Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧,૨૯,૫૮૨નો ફટકારવામાં આવ્યો દંડઃ
જામનગર તા. ૬ઃ જામનગરની વિવેકાનંદ ક્રેડીટ સોસાયટીએ એક સભાસદ સામે રૃા.૧,૨૯,૫૮૨નો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને નવ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ રાજેશ પરસોત્તમ પટોડીયાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. તે લોન ભરપાઈ કરવા સોસાયટીને રૃા.૧,૨૯, ૫૮૨નો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં રજૂ કરાતા તે ચેક પરત ફર્યાે હતો. આથી સોસાયટીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ પટોડીયાને તક્સીરવાન ઠરાવી નવ મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફરમાવ્યો છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, હરજીવન ધામેલીયા, તથા જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial