Advertisement
Author: નોબત સમાચાર

મેહુલનગર પાસે બીમારીથી કંટાળી જઈ વૃદ્ધાએ કરી લીધુ અગ્નિસ્નાન

લાંબા સમયથી બીમાર હોવાની પુત્રની કેફિયતઃ

જામનગર તા. ૬ઃ જામનગરના ૮૦ ફૂટના રોડ પર રહેતા એક વૃદ્ધાએ પોતાની બીમારીના કારણે ગઈકાલે વહેલી સવારે ઘરની બહાર નીકળી જઈ અગ્નિસ્નાન કરી જિંદગીનો અંત આણી લીધો છે. તેની જાણ થતાં તેમના પુત્રએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા ૮૦ ફૂટના રોડ પર પુલીયા પાસે રહેતા રેવીબેન કુંવરજીભાઈ અઘારા (ઉ.વ.૮૪) નામના વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરની બહારના ભાગમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા.

તેઓના નાના પુત્ર ધનજીભાઈને કોઈએ ફોન કરીને તેની જાણ કરી હતી. પટેલ લાઈનથી ઓળખાતા આ વિસ્તારમાં નીચે એક રૃમ, રસોડુ તથા ઉપર બે રૃમવાળા મકાનમાં ઉપરના ભાગમાં ધનજીભાઈ રહે છે અને કમર તથા બ્લડપ્રેશરની બીમારીથી લાંબા સમયથી પીડાતા તેમના માતા રેવીબેન નીચેના ભાગમાં ઉઠક બેઠક રાખતા હતા. તે દરમિયાન ગુરૃવારે રાત્રે નીચેના ભાગમાં રેવીબેન સૂતા હતા અને મકાનના ઉપરના ભાગમાં તેમના પુત્ર ધનજીભાઈ તથા બીજા રૃમમાં ધનજીભાઈના પુત્ર, પુત્રવધૂ નિદ્રાધીન થયા હતા. તે પછી ગઈકાલે સવારે છએક વાગ્યા પહેલાં રેવીબેન પોતાના ઘરેથી બહાર નીકળી ગયા હતા અને શેરીમાં જઈને તેઓએ પોતાના શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી રેડી અગ્નિ સ્નાન કર્યું હતું. તે પછી સવારે ચાલવા જતા કોઈ વ્યક્તિએ ધનજીભાઈના ડેલા પાસે કોઈ સળગેલા વ્યક્તિ પડ્યા હોવાની ફોન કરીને ધનજીભાઈને જાણ કરતા ઉચ્ચક શ્વાસે દોડી આવેલા ધનજીભાઈ એ પોતાના માતા જ ત્યાં સળગ્યા હોવાનું જોઈને પોલીસને જાણ કરી હતી.

જાણના પગલે દોડી ગયેલા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ એન.પી. જોષીએ મૃતદેહનો કબજો સંભાળી પીએમમાં ખસેડ્યો છે. પુત્ર ધનજીભાઈએ બીમારીથી કંટાળી પોતાના માતાએ આ પગલું ભર્યાનું જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh