Advertisement
Author: નોબત સમાચાર

એનઆઈએની ટીમ પર પ. બંગાળના ભૂપતિનગરમાં ટોળાનો હુમલો

તૃણમુલ કોંગ્રેસના નેતાને ત્યાં ગયેલી

કોલકાતા તા. ૬ઃ પશ્ચિમ બંગાળમાં એનઆઈએની ટીમ પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. ર૦રર બ્લાસ્ટ કેસની તપાસ કરવા પહોંચેલા અધિકારીઓ પર ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૃ કર્યો હતો.

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. એનઆઈએ અધિકારીઓ તૃણમુલ કોંગ્રેસના એક નેતાના ઘરે ર૦રર બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે જ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૃ કર્યો હતો, જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુક્સાન થયું હતું. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

મળતી માહિતી અનુસાર આ બનાવ વહેલી સવારે પ-૩૦ વાગ્યાની આસપાસ બન્યો હતો. એનઆઈએ ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એનઆઈએ અધિકારી માનવેન્દ્ર ઝાની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

ભૂપતિનગરમાં ૩ ડિસેમ્બર ર૦રર ના થયેલા વિસ્ફોટમાં એક છાંટનું ઘર નાશ પામ્યું હતું. જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતાં. ગયા મહિને એનઆઈએ એ વિસ્ફોટના સંબંધમાં તૃણમુલ કોંગ્રેસના ૮ નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતાં. કેન્દ્રિય તપાસ એજન્સીએ આઠને તેના અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું કારણ કે તેઓ અગાઉના સમન્સમાં તપાસમાં જોડાયા ન હતાં. તેમને ર૮ માર્ચે ન્યુ ટાઉનમાં એનઆઈએ ઓફિસની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. એનઆઈએની ટીમ આ કેસના સંબંધમાં માનવેન્દ્ર ઝાની ધરપકડ કરવા ભૂપતિનગર પહોંચી હતી, ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો હતો.

બે મહિના પહેલા પણ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં એનઆઈએની ટીમ પર હુમલો થયો હતો. ત્યારપછી કેન્દ્રિય તપાસ એજન્સીના અધિકારીઓ સ્થાનિક ટીએમસી નેતા શાહજ્હા શેખના ઘરે દરોડા પાડવા ગયા હતાં. શેખના સમર્થકોએ ઈડી ટીમની સાથે રહેલા સેન્ટ્રલ ફોર્સના જવાનો પર પણ હુમલો કર્યો હતો. પથ્થરમારામાં ઘાયલ ત્રણ ઈડી અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

શાહજ્હા શેખ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકની નજીક છે અને હાલમાં સંદેશખાલીમાં મહિલાઓના જાતિય શોષણના આરોપમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. જ્યોતિ પ્રિયા મલ્લિક પશ્ચિમ બંગાળમાં કરોડો રૃપિયાના રાશન વિતરણ કૌભાંડ કેસમાં આરોપી છે. ગયા વર્ષના અંતમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે.

રાશન કૌભાંડ કેસમાં જ આ વર્ષે ૬ જાન્યુઆરીએ બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરવા આવેલી ઈડીની ટીમને ગુસ્સે ભરાયેલા ટોળાનો સામનો કરવો પડ્યો હતો. ટોળાએ કથિત રીતે ઈડી અધિકારીઓને આધ્યાને તેમની સાથે લઈ જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના વાહનોપર પથ્થરમારો કર્યો હતો.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈડીની ટીમની સાથે સીઆરપીએફ જવાનોને ભીડ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કેન્દ્રિય એજન્સીએ ઉત્તર ર૪ પરગણા જિલ્લાના ટીએમસી નેતા શંકર આધ્યાની બોનગાંવના સિમલ્ટોલા સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. ઈડીની ટીમે ધરપકડ પહેલા ૧૭ કલાક સુધી આધ્યા અને તેના પરિવારના સભ્યોની સંપત્તિની તપાસ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh