Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ અન્વયે
જામનગર તા. ૬ઃ આગામી લોકસભાની ચૂંટણીને પગલે જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને ચૂંટણી તંત્રની સાથે સંકલન સાધ્યું છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જિલ્લા હોમગાર્ડઝ તંત્ર જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને ફરજ બજાવે છે.
જેના ભાગરૃપે જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ તંત્ર એકશન પ્લાન તૈયાર કરી રહી છે અને મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થામાં જરૃરી સુરક્ષા જવાનોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર પોલીસ જવાનોની સાથે હોમગાર્ડઝ સદસ્યોને ફરજો સોંપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં જિલ્લા પોલીસ તંત્રની માંગણી મુજબ મતદાન મથકોએ હોમગાર્ડઝ સભ્યોની ઘટ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા તમામ અનિયમિત અને સતત ગેરહાજર રહેતા તમામ હોમગાર્ડઝ સભ્યોને તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર જે-તે સંલગ્ન યુનિટ કચેરીમાં હાજર થઈને ચૂંટણી ફરજમાં પોતાનું નામ તથા મોબાઈલ નંબર લખાવી જવા સૂચના આપવામાં આવી છે. જે હોમગાર્ડઝ સભ્યો ચૂંટણી ફરજ માટે હાજર નહીં રહી શકે, તે તમામને તાત્કાલિક અસરથી દળમાંથી બરતરફ કરવામાં આવશે. તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી.એલ. સરવૈયા, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial