Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણી સંદર્ભની કામગીરીમાં શિક્ષણકર્મીઓ પ્રત્યે વધુ પડતી કડકાઈ અંગે રજુઆત

લોકસભાની ચૂંટણી સંદર્ભમાં કામગીરી ચાલે છે ત્યારે

ખંભાળીયા તા. ૬ઃ હાલ રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભમાં કામગીરી ચાલે છે ત્યારે તેમાં ચૂંટણી ફરજમાં મૂકાયેલા શિક્ષણકર્મી સામે અમુક કેસમાં વધુ પડતા કડક-ઝડપી પગલા અંગે રાજ્ય શૈ.સંઘના વડાઓને રજુઆતો થઈ છે.

વર્ષોથી ચૂંટણી ફરજની તમામ કાર્યવાહી ઉત્સાહ તથા નિષ્ઠાપૂર્વક કરનારા શિક્ષણકર્મી કોઈ કેસમાં ગે.હા. રહે કે રજા માંગે ત્યારે તેમને ધરપકડ વોરંટ કે પોલીસ મોકલીને બોલાવવાની ઘટનાઓ નિષ્ઠાવાન કર્મચારીને હતપ્રત કરી તેમનું મોરલ ભાંગી નાખે છે. કોઈ કર્મચારી જ્યારે બીમારી કે અન્ય શારીરિક તકલીફ સંદર્ભમાં ફરજમાંથી મુક્તિ માંગે ત્યારે જો પ્રમાણપત્ર તબીબનું અપાશે તો ફરજીયાત નિવૃત્તિની ભલામણ કરવામાં આવશે તેમ કહેવાય છે, તે દુઃખદ છે.

બીમાર કર્મચારી શાળાની ફરજમાં સમયસર નિયમિત હોય છે ચૂંટણીની જેમ તેમણે આગલા દિવસે પહોંચવું રાત્રિ રોકાણ શાળામાં કરવું ફૂડપેકેટમાં જમવું સવારે નહાવાની વ્યવસ્થા ના હોય તો ચલાવવું કામગીરી પૂર્ણ થયે સાહિત્ય સોં૫ી રાત્રે બે-ત્રણ વાગ્યે છૂટા થવું આવી ચૂંટણીની કામગીરી શાળામાં નથી હોતી કોઈ પારિવારિક કે તબિયતના કારણે ગે.હા. રહેનાર સામે પણ સીધું પકડવોરંટ કઢાય છે તેના બદલે તેના વડા મારફતે બોલાવીને સાંભળવું જોઈએ લાખો કર્મચારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કયારેય કોઈ મોટી ભૂલ વગર કામ કરતા હોય ત્યારે આવી રીતનું વર્તન તેમનું મનોબળ ભાંગે તેવું હોય રજુઆત કરવા માંગ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh