Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના દારૂબંધી ભંગના ગુન્હામાં બે વર્ષથી ફરાર આરોપીની કરાઈ અટક

વિરમગામના ગુન્હામાં નાસી ગયેલો શખ્સ ઝબ્બેઃ

જામનગર તા. ૬ઃ કાલાવડમાં બે વર્ષ પહેલાં ૯૨ બોટલ દારૂ ઝડપાયો હતો. તેમાં સપ્લાયર તરીકે જુનાગઢના શખ્સનું નામ ખૂલ્યું હતું. નાસી ગયેલા આ શખ્સને ગઈકાલે કાલાવડ પોલીસે દબોચી લીધો છે. જ્યારે વિરમગામમાં નોંધાયેલા એક ગુન્હાના આરોપીને પણ પોલીસે પકડી પાડ્યો છે.

કાલાવડ શહેર પોલીસે બે વર્ષ પહેલાં અંગ્રેજી શરાબનો ૯૨ બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ગુન્હામાં જુનાગઢના યોગીનગર સોસાયટીવાળા ગૌતમ જીવરાજભાઈ ધુડા નામના શખ્સનું સપ્લાયર તરીકે નામ ખૂલ્યું હતું. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ગઈકાલે કાલાવડના બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની બાતમી પરથી પીઆઈ એન.બી. ડાભીની સુચનાથી પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફ દોડી ગયા હતા. ત્યાંથી ગૌતમ ધુડાને પકડી પાડવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે દારૃબંધી ભંગ સહિતની કલમો હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. તેમાં કાલાવડના પંજેતનનગરમાં રહેતા અવેશ અસલમ પતાણી ઉર્ફે ભાણાની સંડોવણી ખૂલી હતી. આ શખ્સને ગઈકાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશને પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh