Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોપાલક માલધારી સમૂહલગ્ન સમિતિ - જામનગર દ્વારા આયોજિત
ફલ્લા તા. ૨૦: જામનગર તાલુકાના જામવણથમાં શ્રી ગોપાલક માલધારી સમુહ લગ્ન સમિતિ - જામનગર દ્વારા ભરવાડ સમાજનો ૧૪મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના ૮૨ યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ધર્મગુરુઓ, સંતો, મહંતો તથા જ્ઞાતિના અગ્રણીઓને ઉપસ્થિતિ તેમજ લગ્ન ગીતની રમઝટ વચ્ચે સમૂહ લગ્ન સમિતિ તથા દાતાઓ તરફથી કન્યાઓને ૫૧ થી પણ વધારે ચીજ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.
દ્વારકા મૂળવાનાથની જગ્યાના મહંત બાલારામ બાપા, કિશન ભગત, રાજા ભગત રામદાસ બાપૂ. કાના ભગત, રાજુભાઈ સરસીયા, જામનગર ભાજપના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહૃાા હતાં.
ભગવાન શ્રી દ્વારકાધીશ અને મૂળવાનાથ તથા શ્રી મચ્છુ માતાજી તમારુ લગ્ન જીવન સફળ, સુખમય અને સમૃદ્ધ બનાવે તેવા આશીર્વાદ ભરવાડ સમાજના સંત બાલારામ બાપાએ નવયુગલોને આપ્યા હતાં. સમૂહ લગ્ન ની આગલી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા હુડો રાસ રજૂ કરાયો હતો.
આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ ગોવિદભાઈ ઝાપડા, મંત્રી પાંચાભાઇ મુંધવા, માજી સરપંચ નાથાભાઈ ટોરિયા, પરબતભાઈ ટોરીયા, ભરત ટોયટા, રાજુભાઈ, કમલેશભાઈ, વેજાભાઇ, જાદાભાઈ, વિજયભાઈ ઝાપડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન મનોજભાઈ તથા ગોવિદભાઈ ઝાપડાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial