Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત, આતિશી પછી હવે રેખા ગૂપ્તા
નવી દિલ્હી તા. ર૦: દિલ્હીના મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર રેખા ગૂપ્તા ચોથા મહિલા નેતા બન્યા છે. આ પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
રેખા ગૂપ્તા દિલ્હીના ૯ મા અને દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી હશે. રેખા ગૂપ્તા પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપે ફરી એકવાર મહિલા શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કોંગ્રેસ, આપ પાર્ટી અને ભાજપને દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓ કેમ ગમે છે.
દિલ્હીના રાજકીય ઈતિહાસમાં સત્તાની લગામ લાંબા સમયથી મહિલાઓના હાથમાં રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં વિધાનસભા પુનઃસ્થાપિત થયા પછી ૧૯૯૩ માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ભાજપ જંગી બહુમતી સાથે સત્તામાં આવ્યો. મદનલાલ ખુરાનાના મુખ્યપ્રધાન તરીકે તાજ પહેરાવવામાં આવ્યો. ખુરાના માત્ર ત્રણ વર્ષ માટે જ મુખ્યમંત્રી રહી શક્યા અને તેમની જગ્યાએ સાહિબસિંહ વર્મા મુખ્યમંત્રી બન્યા, પરંતુ રાજકીય સર્વોપરિતાની લડાઈમાં તેમણે ૧૯૯૮ ની વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રીની ખુરશી છોડી દીધી.
સાહિબસિંહ વર્માના સીએમ પદ પરથી હટી ગયા પછી ભાજપે સુષ્મા સ્વરાજને સત્તાની કમાન સોંપી હતી. ૧ર ઓક્ટોબર ૧૯૯૮ ના સુષ્મા સ્વરાજે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં, જો કે જ્યારે બે મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો અને કોંગ્રેસ સત્તા પર પાછા ફરવામાં સફળ રહી. ડુંગળીની મોંઘવારી ભાજપને મોંઘી પડી.
૧૯૯૮ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને શીલા દિક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. શીલા દિક્ષિત દિલ્હીના બીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. આ પછી કોંગ્રેસે દિલ્હીમાં સતત ૧પ વર્ષ શાસન કર્યું અને આ દરમિયાન સત્તાની લગામ શીલા દિક્ષિતના હાથમાં રહી. કોંગ્રેસે ૧૯૯૮, ર૦૦૩ અને ર૦૦૮ ની વિધાનસભા ચૂંટણી શીલા દિક્ષિતના નેતૃત્વમાં લડી હતી અને જીત નોંધાવવામાં સફળ રહ્યા હતાં. શીલા સરકાર દરમિયાન થયેલા વિકાસ કાર્યો મેટ્રો પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં મજૂર વર્ગને પ્રોત્સાહન આપવાના કારણે આ બન્ને ચૂંટણીઓમાં કોંગ્રેસને જંગી જીત મળી હતી.
તે પછી આમ આદમી પાર્ટીના કેજરીવાલ એક દાયકાથી વધુ મુખ્યમંત્રી રહ્યા પછી તેની સામે કૌભાંડના આક્ષેપો અને કેસ થતા જેલમાંથી છૂટ્યા પછી તેમણે રાજીનામું આપતા આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતાં. તાજેતરની ચૂંટણીમાં હારી જતા અને ભાજપને બહુમતી મળતા આજથી રેખા ગૂપ્તા પણ મહિલા મુખ્યમંત્રી બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial