Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીયાવા ચોકડી પાસે રિક્ષા સાથે મોટર ટકરાઈ પડીઃ
જામનગર તા.૨૦ : ધ્રોલના દેડકદળ ગામના એક યુવાન તથા તેમના કાકા કપડા ખરીદવા મંગળવારે મોટરસાયકલ પર ધ્રોલ જતા હતા ત્યારે માર્ગમાં એક ટ્રકે ઠોકર મારતા ઓગણીસ વર્ષના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. ધ્રોલ નજીક પીયાવા ચોકડી પાસે મોટરે રિક્ષાને ઠોકર મારતા લતીપરના દંપતીને ઈજા થઈ છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયા નામના કોળી પ્રૌઢનો પુત્ર પિયુષ (ઉ.વ.૧૯) તથા પરેશભાઈના કાકાનો દીકરો અક્ષય મંગળવારે સવારે કપડા ખરીદવા જવા માટે ધ્રોલ તરફ બાઈક પર નીકળ્યા હતા.
આ બંને યુવાન જ્યારે રાજકોટથી જામનગર વચ્ચેના સણોસરા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૦-ટીએકસ ૭૭૦૯ નંબરના ટ્રકે ઠોકર મારી દીધી હતી. જેના પગલે બાઈક પરથી પિયુષ તથા અક્ષય ફેંકાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા પિયુષનું ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે અક્ષયને ઈજા થઈ છે. અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામના ઈબ્રાહીમ ઝીણાભાઈ રાઠોડ નામના પ્રૌઢ ગઈ તા.૨૮ ની બપોરે પીયાવા ચોકડી પાસેથી જીજે-૧૦-ટીઝેડ ૧૬૨૨ નંબરની રિક્ષા લઈને જતા હતા ત્યારે આરજે ૩૯ યુએ ૭૭૫ નંબરની મોટરે ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતે રિક્ષાચાલક ઈબ્રાહીમભાઈ તથા પાછળ બેસેલા તેમના પત્નીને ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial