Advertisement
Author: નોબત સમાચાર

કોર્ટે લાંબો સમય જાહેરખબર દેખાડનાર ટોકિઝ માલિકને ૧.૨૫ લાખનો દંડ ફટકાર્યાે

બેંગ્લુરૂ તા.૨૦ : ટોકિઝમાં ફિલ્મ જોવાનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. મોડું ન થાય તે માટે લોકો ભાગદોડ કરીને પણ સિનેમા હોલમાં પહોંચતા હોય છે. આવા સમયે ટોકિઝ લાંબો સમય માત્ર જાહેરખબર દેખાડવામાં પસાર કરે તો દર્શકો કંટાળી જતા હોય છે. આવો જ કિસ્સો બેંગ્લુરૂમાં બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરૂના એક સિનેમા હોલમાં વર્ષ ૨૦૨૩માં 'સૈમ બહાદુર' ફિલ્મ લાગી હતી. ફિલ્મ શરૂ થવાનો સમય સાંજે ૪:૦૫ વાગ્યાનો હતો પરંતુ ટોકિઝમાં ૪:૩૦ વાગ્યા સુધી માત્ર જાહેર ખબરો જ દેખાડવામાં આવી હતી. આ બાબતે એક પ્રેક્ષકે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ અદાલતમાં ચાલી જતા કોર્ટે ટોકિઝને સવા લાખ રૂપિયા નો દંડ ફટકાર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh