Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં પાંચસો વર્ષની વધુ જુના તથા જે ખામનાથ મહાદેવના મંદિરના કાંઠે ઘી નદી પાસે જામનગર વસાવતા પહેલા જામરાવલે મુલાકાત લીધેલ તે ખામનાથ મહાદેવના ટ્રસ્ટ દ્વારા ૧૦૦થી વધુ વર્ષોથી પરંપરાગત રીતે શિવ વરણાગી કાઢવામાં આવે છે. આ વર્ષે પણ શિવરાત્રિમાં ભવ્ય આયોજન થયું છે.
અત્યંત વર્ષો જુની અલૌકિક અને એંટીક જેવી ગણાતી ચાંદીની અત્યંત વજનદાર શિવ પાર્વતી તથા નાના ગણેશની કિંમતી પ્રતિમા તથા ચાંદીની પાલખીમાં તેમને પધરાવીને અહીંની રંગમહેલ શાળા પાસેથી શિવ વરણાગી નીકળે છે જે શહેરમાં ફરે છે.
ઉઘાડા પગે પાલખી ઉપાડે છે
વજનદાર આ શંકર પાર્વતી અને ગણેશજીની ભવ્ય ચાંદીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં બેસાડીને રંગમહેલ પાસે શાસ્ત્રોકત રીતે પૂજન કર્યા પછી શિવની વરણાગી શોભાયાત્રા રંગ મહેલ શાળા પાસેથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને છેવટે ખામનાથ મહાદેવના મંદિર પોરબંદર રોડ પર પૂર્ણાહુતિ થાય છે. આ શીવની વરણાગી વજનદાર હોવા છતાં તેને બ્રાહ્મણો જ ઉપાડે છે અને તે પણ ધોતી પિતાંબરી પહેરીને ઉઘાડા પગે આખા શહેરના રૂટ ફરીને ખામનાથ મહાદેવ મંદિરે પહોંચાડે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે.
વર્ષો જુની પરંપરા
ખંભાળિયામાં ૫૦૦થી વધુ વર્ષ પુરાણા ખામનાથ મહાદેવના ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલ શિવ વરણાગી ખંભાળિયામાં સોથી દોઢસો વર્ષની નીકળતી હોવાનું કહેવાય છે તથા અહીંની વરણાગી શબ્દ પ્રચલિત હતો જે આગળ જતાં શોભાયાત્રામાં ફેરવાયો તથા અત્યારે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં શિવ શોભાયાત્રા અનેક સ્થળે નીકળે છે.
ખામનાથ મહાદેવ મંદિરે આ શોભાયાત્રા પહોંચે તે પછી ભવ્ય આરતી તથા તે દિવસે ચાર પ્રહર આરતી સાથે આખી રાત્રિ પૂજા થાય છે તથા વિશિષ્ટ દર્શન અને પૂજા થાય છે. શોભાયાત્રામાં વરણાગી ઉપાડવા માટે જુદી જુદી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે તથા અગાઉ ખામનાથ મંદિરના ટ્રસ્ટી સ્વ. મથુરભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ આચાર્ય, એડવોકેટ એલ.સી. જોશી, ધ્રુવભાઈ વિ. જોડાતા હતા.
ખામનાથ મહાદેવના હાલના ટ્રસ્ટીઓ મેનેજીંગ ટ્રસ્ટી અમિતભાઈ વ્યાસ, સેક્રેટરી પ્રતીકભાઈ જોશી, ટ્રસ્ટી મંડળના સંજયભાઈ જોશી, ડો. નીલેશ રાયઠઠ્ઠા, લાખાભાઈ ચાવડા, જયસુખભાઈ ધ્રુવ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial