Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાન વિચિત્ર!
ખંભાળિયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલલાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની ગત્ ટર્મની સરખામણીમાં બેઠકો ઘટી છે બહુમતિ સાથે સત્તા કબજે કરી છે. ભાજપનો કદાચ સમગ્ર રાજ્યમાં અહીં એકપણ બેઠક પર વિજય થયો નથી, જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૩ બેઠકો કબજે કરી છે. અહીંનું મતદાન દરેક ચૂંટણીમાં ચર્ચાસ્પદ બન્યું છે.
સલાયામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી જોઈએ તો અહીંથી આપ પાર્ટીના ઈશુદાનને ૬પ૦૦ ઉપર મત મળ્યા હતાં. કોંગ્રેસના વિક્રમ માડમને પાંચેક હજાર જ્યારે ભાજપના મૂળુભાઈને ૧૮૦૦ જેટલા મળેલા. અહીં આપને લીડ હતી અને આપની પાલિકા આવે તેવું હતું ત્યારે પ્રથમ વખત સલાયામાં ત્રિપાંખિયો જંગ થતા કોંગ્રેસની બેઠકો ઓછી થઈ અને આપ પાર્ટી વિપક્ષમાં આવી ગઈ. મુસ્લિમ મતદારોના બ્રાહ્મણવાળા સલાયામાં દરેક વોર્ડમાં કોંગ્રેસ આપ અને એ.આઈ.એમ. એ.આઈ.ના ઉમેદવારો એક જ જ્ઞાતિના હોવા સાથે જંગ થતા તેમાં આ રસપ્રદ પરિણામ આવ્યું, જો કે નવાઈની વાત છે કે અહીં દ્વારકા જિલ્લામાં એ.આઈ.એમ.એ.આઈ. ઔવસીનો પક્ષ અસ્તિત્વમાં નથી છતાં ધારાસભા લડેલ અને સલાયા પાલિકાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારો સ્થાનિક રાખેલા અને નવાઈની વાત છે કે કોઈક વોર્ડમાં તો જીતેલા ઉમેદવારની ર૦૦/રપ૦ ઓછા હતાં અને સલાયામાં એક પણ વોર્ડમાં બેઠક મળ્યા વગર ૧૧,૧પપ મતો ર૮ ઉમેદવારો લઈ ગયા છે. એકેય વોર્ડમાં ત્રણ આંકડાથી નીચે મત નથી જ્યારે ભાજપને અનેક સ્થળે બે આંકડામાં મત મળ્યા છે.
જો ત્રિપાંખિયો જંગ ક્યાંક વોર્ડમાં ચોપાંખિયો થયેલો જંગ સલાયા પાલિકાની ચૂંટણીના ઈતિહાસમાં અનોખો બની રહ્યો છે.
સલાયામાં ભાજપના કોઈ નેતા પ્રચારમાં ફરક્યા નહીં
જામનગરઃ વિશ્વના સૌથી વધુ સભ્યસંખ્યા ગુજરાતમાં તો ઘેર ઘેર ભાજપ જેવી મજબૂત સ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપનો સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં અત્યંત કરૂણ રકાશ થયો છે. નવાઈની વાત એ છે કે અહીં ભાજપે પૂરા ર૮ ઉમેદવારો પણ ઉભા રાખ્યા ન હતાં. (યોગ્ય ઉમેદવારો મળ્યા નહીં હોય). એટલું જ નહીં, બાર બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યું હોવા છતાં ચૂંટણીના પ્રચાર સમય દરમિયાન પ્રદેશ કે જિલ્લાના કોઈ નેતા અહીં ફરક્યા ન હતાં. કોઈ નેતાએ અહીં લોકસંપર્ક, સભા કે રોડ-શો કર્યો નહીં. (કદાચ પરાજય નિશ્ચિત હોવાની ગણતરી હોય...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial