Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં વકરી રહેલો રોગચાળો ચિંતાજનક
જામનગર તા. ૯: જામનગર જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ ધીમા પગલે વકરી રહ્યો છે અને સમયાંતરે નવા નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે પણ એક બાળકને દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર શહેર-જિલ્લામાં ચાંદીપુરા વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. સમયાંતરે નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે અને શંકાસ્પદ કેસોમાં મૃત્યુ પણ થઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલાં જ ધ્રોલની માત્ર ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું જેનો હજુ રિપોર્ટ આવ્યો નથી.
દરમ્યાન જામજોધપુર તાલુકાના વડીયા ગામના માત્ર ૧૦ માસના બાળકને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેને ગઈકાલે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે અને જરૂરી નમુનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ ત્રણથી ચાર દિવસ પછી મળશે.
હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં કુલ ૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial