Advertisement
Author: નોબત સમાચાર

વેચાણ કરાર કર્યા પછી પણ મકાન અન્યને વેચતા વિશ્વાસઘાતની ફરિયાદ

જામનગરના બે શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૯: જામનગરના ઢીંચડા રોડ પર આવેલુ એક મકાન ખરીદવા માટે એક આસામીએ પોણા ત્રણ વર્ષ પહેલાં રૂપિયા અઢી લાખ ચૂકવ્યા પછી પણ બે બંધુએ તે મકાનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને તે મકાનનો વેચાણ કરાર હોવા છતાં અન્યને વેચતા વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરમાં હાઉસીંગ બોર્ડ પાછળ રહેતા હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ દિગ્જામ વુલન મીલ પાછળ ઢીંચડા રોડ પર આવેલુ પરેશ દેવશીભાઈ ગોહિલ તથા હરેશ દેવશીભાઈ ગોહિલની સંયુક્ત માલિકીનું મકાન ખરીદવા માટે વાતચીત કરી હતી.

તે પછી વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબર મહિનામાં સોદો થતાં રૂ. ૮૦ હજાર રોકડા અને રૂ. ૧ લાખ ૭૦ હજારનો ચેક આપી હરપાલસિંહે વેચાણ કરાર કરાવ્યો હતો. તે પછી મકાનનો દસ્તાવેજ કરી આપવા પરેશ તથા હરેશ ગોહિલને હરપાલસિંહે જણાવ્યું હતું. જુદા જુદા બહાના બતાવી આ બંને શખ્સ દસ્તાવેજ કરી આપતા ન હતા. તે દરમિયાન ઉપરોક્ત મકાન અન્ય વ્યક્તિને વેચવામાં આવ્યું હોવાની વિગત હરપાલસિંહને મળી હતી.

તેઓએ કુલ રૂપિયા અઢી લાખ ચૂકવી વેચાણ કરાર રજીસ્ટર કરાવ્યો હોવા છતાં પરેશ તથા હરેશ ગોહિલે તે મકાન અન્યને વેચતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહે આઈપીસી ૪૦૬, ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh