Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૬-૯ સુધી જાહેરનામું અમલી રહેશે
જામનગર તા. ૯: આગામી દિવસોમાં સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૬-૯-ર૪ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો, આવી તમામ પ્રવૃત્તિઓ કરવા પર જાહેરનામામા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૩પ (૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial