Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાના દોઢ વર્ષના મોક્ષે ટીનોટોમીની સફળ સર્જરી પછી પોતાના પગે ભરી પા...પા...પગલી...

લાખાબાવળ પીએચસી અને જી.જી.હોસ્પિટલની જહેમત ફળી

જામનગર તા. ૯: દરેક વ્યક્તિ અને સમુદાયને આર્થિક ભારત વગર સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. તે પૈકી એક છે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ યોજના થકી ગુજરાતના અનેક બાળકોને લાભ મળ્યો છે. અને વિનામૂલ્યે અનેક ગંભીર બિમારીઓની સારવાર થઈ છે. જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતા મોક્ષ નામના બાળકને જન્મજાત પગની તકલીફ હતી. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જી.જી.હોસ્પિટલમાં બાળકના ત્રાસા પગનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

જામનગર તાલુકાના કનસુમરા ગામે ચા ની હોટલ ચલાવતા બુદ્ધાભાઈ બાંભવાના દોઢ વર્ષીય પુત્ર મોક્ષને જન્મજાત ત્રાસા પગ હતા જેથી બાળક ચાલી શકતું ન હતું. જેના પરિણામે પરિવારમાં ચિંતાનો માહોલ હતો. આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર લાખાબાવળની ટીમે બાળકના ઘરે જઈને તેના પિતાને કલબફૂટ વિષે વિગતવાર માહિતી આપી આગળની સારવાર માટે સમજાવવામાં આવ્યા. બાદમાં સારવાર માટે મોક્ષને દર ૧પ દિવસે ૧ પાટો (પ્લાસ્ટર) એમ ર૩ જેટલા પ્લાસ્ટર પગમાં લગાવવામાં આવ્યા, ત્યારબાદ પગમાં પહેરવા માટે શૂઝ આપવામાં આવ્યા. પ્રાઈવેટ હોસ્પિટલમાં એક ૧ પ્લાસ્ટરની કિંમત રૂ.  ર૦૦૦ અને શૂઝની કિંમત રૂ.  ૪ થી પ હજાર છે. પરંતુ મોક્ષને શૂઝ પેરવાથી સુધારો ન થતાં જી.જી.હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરો દ્વારા ખૂબ જ કુનેહથી ટીનોટોમી (પગની સર્જરી) કરવામાં આવી અને ર દિવસ દાખલ રાખી રજા આપવામાં આવી હતી.  હાલ મોક્ષ પોતાના પગ પર ધીમે ધીમે ચાલી શકે છે. અને સ્વાસ્થ્ય પણ સારું છે. બાળક તેના પગ પર ચાલી શકે એનાથી મોટી ખુશી પરિવાર અને માતા પિતા માટે શું હોય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh