Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએમ ઓફિસમાં જતાં અટકાવવાની એડીજીની અરજી પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી
નવી દિલ્હી તા. ૯: લીકર કેસમાં મનિષ સિસોદિયાને ૧૭ મહિને જામીન મળ્યા છે, સુપ્રિમ કોર્ટે આ જામીન આપ્યા છે અને સિસોદીયાને મુખ્યમંત્રી કાર્યાલયમાં જવા પર પ્રતિબંધની એડીજીની અરજી ફગાવી દીધી છે., આ ચુકાદાને આપના નેતાઓએ આવકાર્યો છે અને મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે.
દિલ્હી લીકર પોલીસ કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. ૧૭ મહિના પછી આખરે મનિષ સિસોદીયાને જામીન મળી ગયા છે.
આ મામલે જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે ૬ ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સિસોદીયાની જામીન અરજી ફગાવી હતી. જેની સામે આખરે સુપ્રિમ કોર્ટે તેમને રાહત આપી હતી.
આ ચુકાદો સંભળાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે મનિષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રિમ કોર્ટે કહ્યું કે અમે મનિષ સિસોદીયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રિમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનિષે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર ૬ થી ૮ મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓકટોબરના આદેશમાં જ કહી દીધી હતી.
સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનલર એસ.વી. રાજુએ સુપ્રિમ કોર્ટને વિનંતી કરી કે મનિષ સિસોદીયાને દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશતા અટકાવે. પરંતુ સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે આની મંજુરી આપી શકીએ નહીં. નોંધનીય છે કે આ કેસમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથની બેન્ચે ૬ ઓગસ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મનિષ સિસોદીયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સિસોદીયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદીયાની દિલ્હી લીકર પોલીસી ર૦ર૧-રર ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં ર૬મી ફેબ્રુઆરી ર૦ર૩માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ધરપકડ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ પણ સિસોદીયા પર ઘણાં જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદીયાએ ર૦ર૩ ની ર૮ ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. સિસોદીયાએ એમ કહીને જામીનની માંગણી કરી હતી કે તેઓ ૧૭ મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ થઈ નથી. ઈડી અને સીબીઆઈએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટના ચુકાદાને આમ આદમી સહિતના વિપક્ષના નેતાઓએ આવકાર્યો છે. સાંસદ સંજયસિંહે કહ્યું છે કે, મોદી સરકારે કોઈ ગુન્હા વગર જેલમાં રાખેલા મનિષ સિસોદીયાને અંતે દેશની સુપ્રિમ કોર્ટે ન્યાય આપ્યો છે. વિપક્ષો મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટે સિસોદીયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે. પહેલું એ કે તેમણે ઈડી અને સીબીઆઈ બંને કેસમાં ૧૦-૧૦ લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે. આ સિવાય તેઓએ બે જામીન રજૂ કરવાના રહેશે.. જ્યારે ત્રીજી શરત મનિષ સિસોદીયાએ પોતાના પાસપોર્ટ જમા કરવો પડશે. તેમજ દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial