Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિંઝલપરના વૃદ્ધનું તબીયત બગડતા મૃત્યુઃ
જામનગર તા. ૯: જામજોધપુરના ભૂપત આંબરડી ગામમાં રહેતા એક ખેડૂત બે દિવસ પહેલાં કોઈ રીતે પાણી ભરેલા વોકળામાં પડી ગયા પછી ગઈકાલે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે ખંભાળિયાના વિંઝલપર વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધની તબીયત બગડ્યા પછી તેમના પર કાળનો પંજો પડ્યો છે.
જામજોધ૫ુર તાલુકાના ભૂપત આંબરડી ગામમાં રહેતા ઘનશ્યામસિંહ રામભા જાડેજા (ઉ.વ.૪૮) નામના ખેડૂત ગયા મંગળવારે પોતાના ખેતરમાં કામ કરતા હતા. તે પછી નજીકમાં પાણીના વોકળામાં કોઈ રીતે પડી ગયા હતા.
તેઓની બે દિવસ સુધી શોધખોળ કરાયા પછી ગઈકાલે સવારે તેમનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો છે. દુષ્યંતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા વિક્રમભાઈ મેરગભાઈ છુછર (ઉ.વ.૬૮) નામના આહિર વૃદ્ધની બુધવારે બપોરે તબીયત બગડતા તેઓને સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ થયું છે. પુત્ર ભીખુભાઈ છુછરે પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial