Advertisement
Author: નોબત સમાચાર

તળાવની પાળે યુવાનના ગળામાંથી સોનાનો ચેઈન ઝૂંટવનાર ત્રણ શખ્સને દબોચી લેવાયા

ગુન્હામાં વાપરેલુ બાઈક કબજે કરાયું:

જામનગર તા. ૯: જામનગરના રણમલ તળાવની પાળે ગયા શુક્રવારે રાત્રે મિત્રો સાથે બેસવા ગયેલા એક યુવાનને ત્રણ શખ્સે માર મારી ગળામાંથી સોનાના ચેઈનની લૂંટ કરી હતી. તેની ફરિયાદ થયા પછી પોલીસે લૂંટમાં વાપરેલા બાઈકના સગડ મેળવી ત્રણ શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોએ ગુન્હાની કબૂલાત કરી છે.

જામનગરના સેતાવાડ વિસ્તારમાં વસવાટ કરતા હર્ષભાઈ હિતેશભાઈ જડીયા નામના યુવાન ગયા શુક્રવારે રાત્રે રણમલ તળાવની પાળે બેઠા હતા ત્યારે એક બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સે ગાળો ભાંડ્યા પછી હુમલો કરી માર માર્યાે હતો અને તેમના ગળામાંથી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી.

આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તે વિસ્તારના સીસી ટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને બાતમીદારોને એક્ટિવેટ કર્યા હતા.

તપાસ દરમિયાન જે મોટર સાયકલ પર આ શખ્સો આવ્યા હતા. તેના નંબર જીજે-૧૦-ઈએ ૭૫૬૨ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તે વાહન અંગે તપાસ આગળ વધારતા ખોજાના નાકે ટીટોડી વાડીમાં રહેતા આફતાબ આસીફ ખફી, સંજર સાહિલ માજોઠી તથા રતનબાઈ કન્યા વિદ્યાલય પાસે સોઢા વાડીમાં રહેતા જાફર સીદીક જુણેજા નામના ત્રણ શખ્સ દ્વારા આ કૃત્ય આચરાયા ની વિગત મળી હતી. ત્રણેય શખ્સની સ્ટાફના વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ, હિતેશ સાગઠીયાની બાતમીના આધારે પોલીસે ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરતા આ શખ્સોએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત કરી છે. પોલીસે હાલમાં ગુન્હામાં વાપરેલુ રૂ. ૫૦ હજારનું મોટરસાયકલ કબજે કર્યું છે. આ શખ્સોની રિમાન્ડ માટે તજવીજ કરાઈ છે. આરોપીમાંથી આફતાબ ખફી હોટલમાં નોકરી કરે છે અને જાફર જુણેજા રિક્ષા ડ્રાઈવીંગ કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh