Advertisement
Author: નોબત સમાચાર

મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલયો સર્વે અંગે જાગૃતિ અભિયાન

સુપ્રિમ કોર્ટના આદેશ પછી જામનગરમાં

જામનગર તા. ૯: ધી પ્રોહીબીશન ઓફ એમ્પલોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એક્ટ, ૨૦૧૩ એમએસ એક્ટ ૨૦૧૩ની જોગવાઈ હેઠળ તેમજ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, ભારત સરકારની ગાઈડલાઈન અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એેટલે કે એવા વ્યક્તિઓ કે જેને સ્થાનિક સત્તામંડળ, એજન્સી, કોન્ટ્રાકટર, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા માનવ મળમૂત્રની કોઈપણ પ્રકારના ઉપકરણો કે સલામતીના સાધનો વગર, ખુલ્લા હાથેથી સફાઈ કરવા, વહન કરવા, નિકાલ કરવાના કામમાં રોકેલા હોય કે કાર્યરત હોય, અસ્વચ્છ શૌચાલય જે શૌચાલયોમાં માનવ મળમૂત્રને કોઈપણ પ્રકારના ઉપકરણો કે સલામતીના સાધનો વિના ખુલ્લા હાથેથી સાફ કરવું પડે, મળમૂત્ર સંપૂર્ણપણે વિઘટિત થાય એ પહેલા મેન્યુઅલી સાફ કે નિકાલ કરવો પડે. આ તમામ બાબતનો સર્વે કરવાનો થાય છે

તદ્નુસાર સૂચનાઓ, માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યક્તિ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેના કામ કે પ્રવૃત્તિમાં રોકાયેલા હોય કે કાર્યરત હોય તો તેવા વ્યક્તિએ સ્વયંઘોષણા મારફત આધાર પુરાવા અને વિગતો સાથે સ્થાનિક સત્તા મંડળ, સ્વયંઘોષણા કેન્દ્રો પર સંબંધિત મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં પોતાને જાહેર કરવાના છે અને તેમની નોંધણી કરાવવાની છે. અસ્વચ્છ શૌચાલયોનો સર્વે સ્થાનિક સત્તામંડળો મહાપાલિકા, પાલિકા, ગ્રામ પંચાતોએ તા.૧૭-૮ સુધીમાં કરી તે યાદી બનાવાની રહેશે.

શહેરી વિસ્તાર માટે ઉક્ત બાબતોના સ્થાનિક સત્તામંડળ, સ્વયંઘોષણા કેન્દ્ર તરીકે સંબંધિત મહાપાલિકા, નગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત ગ્રામ પંચાયત રહેશે. મેન્યુ. સ્કેવેન્જર્સ તરીકેના કામ કે પ્રવૃત્તિમાં રોકાયેલા હોય કે કાર્રત હોય તો તેવા વ્યક્તિ ઉક્ત બાબતે તા.૧૭-૮ સુધીમાં સ્વયં ઘોષણા કે નોંધણી કરાવી શકાશે. તેમ સભ્ય સચિવ મેન્યુ. સ્કેવે. સર્વે સમિતિ અને નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ, જામનગરની યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh