Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિવાદી પક્ષની દલીલો મંજૂર રહીઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ પોતાને રૂ. ૩ લાખ ૮૦ હજાર લેવાના બાકી છે તેમ જણાવી ઉછડા ગામના આસામી સામે અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે વાદીનો દાવો રદ્દ કર્યાે છે.
જામનગરના મહેશભાઈ ગો૫ાલભાઈ તાળાએ રૂ. ૩ લાખ ૮૦ હજાર ઉછડા ગામના રવજીભાઈ ઉકાભાઈ તાળા પાસેથી લેવાના બાકી હતા. તે રકમની વસૂલાત માટે અદાલતમાં મહેશભાઈએ દાવો નોંધાવ્યો હતો. દાવામાં પ્રતિવાદી પક્ષે દલીલ કરી હતી કે, આ રકમ પ્રતિવાદી પાસેથી લેવાની નથી તેમજ અગાઉ પણ રૂ. ૨ લાખ ૪૦ હજારનો ચેક વાદી દ્વારા રિટર્ન કરાવાયો છે અને હાલના દાવાનો ચેક પણ રિટર્ન કરાવાયો છે.
તે ઉપરાંત ઉલટ તપાસમાં કેટલાક વિરોધાભાસ આવ્યા હતા. તેમજ પ્રતિવાદી પક્ષે જણાવ્યું હતું કે, વાદીએ અગાઉ ચેક પરતની ફરિયાદ કરી હતી તે મંજૂર થઈ હતી અને તેની સામે ઉપરની કોર્ટમાં અપીલ કરાતા નીચેની કોર્ટનો હુકમ રદ્દ થયો હતો. તેની સામે હાલમાં વાદીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલત વાદીનો દાવો રદ્દ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ કિશોર ભટ્ટ તથા પાર્થ મોદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial