Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન માલિક બહારગામ રહે છે
જામનગર તા. ૯: જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં આવેલું બે માળનું જુનવાણી મકાન, કે જેના મકાન માલિક બહારગામ રહે છે, અને ઘણાં વર્ષોથી મકાન બંધ હાલતમાં છે પરંતુ તેમાંથી અનેક પથ્થરો વગેરે વરસાદી સિઝનમાં નીચે ખરી રહ્યા છે, અને જાનમાલને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી.
જે અંગેની ફરિયાદના આધારે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં આ જુનાવણી બંધ મકાન તોડી પડાતું ડિમોલીશન હાથ ધર્યું હતું, અને સંપૂર્ણ મકાનને જમીનદોસ્ત કરી નાખ્યું હતું. તે દરમિયાન આસપાસના વિસ્તારના રહેવાસીઓને સચેત કરી દેવામાં આવ્યા હતાં. જેથી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial