Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયતના ધ્રોલના આસીસ્ટન્ટ ઈજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક પગલા લેવા રજુઆત કરાઈ

ગુજરાતના એસો. ઓફ આસી. એન્જિનિયર્સ (સિવિલ) તથા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા આવેદનઃ

જામનગર તા. ૯: જામનગર જિલ્લા પંચાયતના નિયંત્રણ હેઠળના ધ્રોલ પેટા વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા નિલરાજસિંહ બારડ ઉપર કોન્ટ્રાકટર એજન્સીના માણસો દ્વારા કરાયેલા જીવલેણ હુમલાની ઘટનાને ગુજરાતના એસોસિએશન ઓફ આસીસ્ટન્ટ એન્જિનિયર્સ (સિવિલ) અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના હોદ્દેદારોની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી હુમલો કરનાર કોન્ટ્રાકટર/એજન્સી વિરૂદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, સચિવ શ્રીરામ, જિ.પં. તાંત્રિક કર્મચારી મંડળના પ્રમુખ મુકેશભાઈ ભાલોડીયાની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એસો. ઓ. આસી. એન્જી. (સિવિલ)ના જામનગર તથા સૌરાષ્ટ્રભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મોટા ઈંટાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગ ધ્રોલના કાર્યક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ માયનોર બ્રીજનું કામ જુનાગઢની કોન્ટ્રાકટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રકશન દ્વારા ચાલુ હતું તે કામની સાઈટ ઉપર સ્લેબનું કાસ્ટીંગ કામ પ્રગતિમાં હતું ત્યારે આસી. ઈજનેર નિલરાજસિંહ બારડે કોન્ટ્રાકટરને ટેન્ડરના સ્પેશીફીકેશન મુજબ તથા સરકારે નિયત કરેલા ધારાધોરણ મુજબ કામ કરવા સૂચના આપતા અને કામની ગુણવત્તા જાળવવા જણાવતા ઈજનેર સાથે ઉદ્ધત વર્તન કરી અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અચાનક હુમલો કર્યો હતો.

આ ઘટના અત્યંત આઘાતજનક છે. આવા બનાવોના કારણે કોઈપણ સરકારી કર્મચારી/અધિકારીને પોતાની ફરજ બજાવતી વખતે ભય પેદા કરનારી છે તેમની સલામતિને લઈને પણ ચિંતા થાય તે સ્વાભાવિક છે.

સરકારી કામ સાથે જોડાયેલા મનસ્વી વર્તન કરતા, બેફામ નફા ખોરી માટે નબળા કામો કરતા, કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લઈ સરકારી કર્મચારી/અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો કરનારા કોન્ટ્રાકટરોને જો રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતા રહેશે. આવા અસામાજિક તત્ત્વો સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવા, બ્લેક લીસ્ટ કરવા, પ્રતિનિધિ મંડળોએ રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh