Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં કોલેરા રોગગ્રસ્ત-ભયગ્રસ્ત વિસ્તાર માટેનું જાહેરનામું પરત ખેંચાયું

રોગચાળો નિયંત્રણમાં આવી જતા

જામનગર તા. ૯: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અંગે તથા તેની આજુબાજુના ૨ કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગેનું જાહેરનામું એપેડેમિક ડીસીઝ એક્ટ નંબર ૩ ઓફ ૧૮૯૭ અન્વયે ગત માસમાં બહાર પાડવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત જામનગર તરફથી મળેલ તાજેતરના અહેવાલ અનુસાર હવે ઉપરોક્ત જણાવેલ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયો છે. તેથી આ જાહેરનામું વધુ સમય માટે અમલમાં રાખવાની જરૂરિયાત ન હોય તે જાહેરનામું પરત લેવા અંગે દરખાસ્ત કરવામાં આવી છે. જે દરખાસ્ત અનુસાર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપરોક્ત જણાવેલ વિગતે બહાર પાડવામાં આવેલું જાહેરનામું પરત ખેંચવામાં આવે છે. તેમ જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh