Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણી મેળાઓની ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ પૂર્ણઃ મહાનગરપાલિકાને રૂ. ૧.૬૬ કરોડની આવક

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ અને નાગેશ્વર વિસ્તારમાં

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણી મેળા માટેના જમીનના પ્લોટની હરાજી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને રૂ.  ૧ કરોડ ૬૬ લાખ આવક મળી છે.

પ્રતિ વર્ષ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન અને નાગેશ્વર વિસ્તારમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. ગત સપ્તાહે નાના કદના જમીનના પ્લોટની ફાળવણી પ્રક્રિયા કરવામાં આવ્યા પછી હવે ગઈકાલે મોટી રાઈડ માટેના સાત પ્લોટ તેમજ અગાઉ રિટેન્ડર થયા હતાં. તે માટેના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતાં. જેમાં ગઈકાલે રૂ.  પ૯ લાખ ૯૦ હજારની આવક મળી હતી. જ્યારે અત્યાર સુધીની કુલ સમગ્ર મેદાનમાં ઉભા થનારા સ્ટોલ, રાઈડઝ, આઈસ્ક્રીમ પાર્લર વગેરેની રૂ.  ૧ કરોડ ૬૬ લાખ ૬૪ હજારની આવક મળી છે.

આમ જામનગર મહાનગર પાલિકાના મેળાના મેદાનમાંથી દોઢ કરોડથી વધુની આવક મળેલ જ્યારે નાગેશ્વર મેળા માટે સિંગલ ટેન્ડર ઈસ્યુ થયેલ છે. આ ટેન્ડરીંગ પ્રક્રિયા મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરણવા, નિતિન દિક્ષિત સહિતનાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh