Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આઈટીઆરએ દ્વારા પુરૂષ વંધ્યત્વ અંગે ઓપીડીનો પ્રારંભ

સપ્તાહના મંગળ-બુધ-શુક્રના દિવસોમાં

જામનગર તા. ૯: પુરૂષ વંધત્વ તેમજ અન્ય પુરૂષ જાતીય રોગો માટે આઈટીઆરએમાં કાયચિકિત્સા વિભાગ દ્વારા ખાસ વાજીકરણ ઓપીડી શરૂ થઈ ગઈ છે.

આઈટીઆરએમાં ખાસ વાજીકરણ ઓપીડી માટે કાયચિકિત્સા વિભાગ દ્વારા સપ્તાહના દર મંગળવાર, બુધવાર અને શુક્રવારના રોજ બપોરના ૩-૩૦ થી ૬ દરમિયાન ઓપીડી નં. બી-૧૦, પી.જી હોસ્પિટલ, બિલ્ડિંગ, જામનગરમાં વિશેષ વાજીકરણ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જ્યાં પુરૂષ વંધ્યત્વ, શિશ્નોત્થાનમાં સમસ્યા, શુક્રાણુંની ઉણપ અને અન્ય પુરૂષ જાતીય રોગોની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ગર્ભધારણ પૂર્વે કાઉન્સેલિંગના ભાગરૂપે તંદુરસ્ત સંતાનની પ્રાપ્તિ માટે આયુર્વેદ દૃષ્ટિકોણથી ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફારો અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વિશેષ સારવારનો લાભ લેવા સંસ્થાના પ્રભારી પ્રો. વૈદ્ય બી.કે. પાટગીરીની યાદીમાં જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh