Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કર્મચારી કો.ઓપ. ક્રેડીટ સોસાયટીના સભાસદના વારસદારને પ૦ હજારની સહાય

મંડળીના પ્રમુખ-ડાયરેક્ટરો સહિતની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો.ઓપ. ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસા. લિ. મંડળીના સભાસદ કિરીટભાઈ અમૃતલાલ સોલંકીનું અવસાન થતાં તેમના વારસદારને રૂ.  પ૦ હજારની સહાય કરવામાં આવી હતી. સભાસદના વારસદાર મંજુલાબેન સોલંકીને આર્થિક મદદનો ચેક વાલ્મિકી સમાજના મહંત વિપીનભાઈ વાઘેલા અને સમસ્ત વાલ્મિકી સમાજના પ્રમુખ અને મંડળના ડાયરેક્ટર પ્રેમજીભાઈ બાબરિયાના હસ્તે આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંડળીના પ્રમુખ વિજય બાબરિયા, ડાયરેક્ટરો જીવરાજભાઈ કબીરા, અજયભાઈ મકવાણા તેમજ જામનગર સમસ્ત વાલ્મિકી સમાજના મહામંત્રી હરિશભાઈ મકવાણા અને કે.ડી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh