Advertisement
Author: નોબત સમાચાર

ભરણપોષણ ન ચૂકવનાર પતિને ૧૩૩ દિવસની ફટકારાઈ કેદની સજા

મહિલાએ અદાલતમાં કરી હતી વસૂલાત માટે અરજીઃ

જામનગર તા. ૯: જામનગરના એક મહિલાએ ભુજમાં રહેતા પતિ પાસેથી ચઢત ભરણપોષણ તથા વળતરની રકમ વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. પોલીસ દ્વારા પકડીને કોર્ટમાં રજૂ કરાયેલા પતિને અદાલતે ૧૩૩ દિવસની કેદની સજા ફટકારી છે.

જામનગરમાં ખોજાનાકા પાસે રહેતા સનમબેન ઈમરાન ચાકી નામના પરિણીતાએ ભુજના રામનગરી વિસ્તારમાં રહેતા પતિ ઈમરાન ગનીભાઈ ચાકી સહિતના સાસરિયાઓ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અદાલતમાં તે કેસ ચાલી જતાં પત્ની તથા સંતાનને ભરણપોષણ આપવા તથા વળતર ચૂકવવા હુકમ કરાયો હતો. તે પછી પણ આ રકમ પતિએ ન ચૂકવતા સનમબેને ફરીથી અદાલતમાં અરજી કરી હતી. ભુજ પોલીસે ઈમરાન ચાકીને ઝડપી લઈ જામનગરની કોર્ટમાં હાજર કર્યાે હતો.

ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિ ઈમરાન ગનીભાઈ ચાકીને અદાલતે ૧૩૩ દિવસની કેદની સજા ફટકારી છે. અરજદાર તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh