Advertisement
Author: નોબત સમાચાર

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો થયો પ્રારંભ

દુર્ઘટનાના પિડીતો જોડાયાઃ દિગ્ગજ કોંગી નેતાઓ જોડાશે

મોરબી તા. ૯: મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં દુર્ઘટનાના પિડીતો જોડાયા છે. મોરબી દુર્ઘટના પિડીત પરિવારજનોએ તપાસની માંગ કરી છે. આ યાત્રા ૩૦૦ કિ.મી. ફરીને ર૩મીએ ગાંધીનગરમાં સંપન્ન  થશે. આ દરમિયાન સુરતના પિડીતોએ રાજનીતિ નહીં કરવા જણાવીને કોંગ્રેસને ઝટકો આપ્યો છે.

આજથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ગુજરાતમાં કોંગ્રેસે આજથી ન્યાયયાત્રા શરૂ કરી છે. આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી શરૂ થઈ છે. રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં ફરીને ર૩મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થનાર છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલી અલગ-અલગ દુર્ઘટનામાં પિડીતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી છે.

પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાય યાત્રા પસાર થનાર છે. જેમાં ૩૦૦ કિ.મી. સુધી અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં છે. મોરબીના દરબારગઢથી આ યાત્રાની શરૂઆત થઈ છે. ગુજરાત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે આવતીકાલથી ભાજપ રાજયભરમાં તિરંગા યાત્રા પણ કાઢી રહ્યું છે.

મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા નીકળી રહી છે. પાર્ટીએ યાત્રાનો ચહેરો પિડીત પરિવારને જ રાખ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવેલ નથી.

કોંગ્રેસ આ યાત્રામાં પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો પૂછી શકશે અને કોંગ્રેસ અને ભાજપના પાપનો ઘડો નામ આપ્યો છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવનાર છે.

અત્યારે ન્યાય યાત્રા મોરબીના જુદા-જુદા માર્ગો પરથી પસાર થઈ રહી છે. ન્યાયયાત્રા આજે ર૩ કિ.મી.નું અંતર કાપીને ટંકારા ખાતે રાત્રિ રોકાણ કરશે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ યાત્રામાં જોડાવવા માટે અપીલ કરતા કહ્યું હતું કે, વિવિધ કાંડ અને કૌભાંડ પિડીતોને ન્યાય અપાવવા અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને અવગત કરાવવા માટે આપ સૌ ન્યાય યાત્રામાં જોડાશો. અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. પિડીત પરિવારજનો.

આ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા માટે સુરતથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. પિડીત પરિવારે અપીલ કરી છે કે, દુર્ઘટનાને રાજકીય અખાડો બનાવવો જોઈએ નહીં. તક્ષશિલા દુર્ઘટના પિડીત પરિવારોએ એલાન કર્યુ હતું કે, ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતે જોડાશે તો પણ તેઓ યાત્રામાં જોડાશે નહીં. પિડીત પરિવારોએ કહ્યું હુતં કે, લાશો પર રાજનીતિ કરવી હોય તો અમે તેમના સમર્થનમાં નથી.

અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. કોંગ્રેસને પ વર્ષ બાદ તક્ષશિલાના પિડીત પરીવારોની યાદ આવી, કોંગ્રેસની રાજનીતિથી પિડીત પરિવાર વ્યથિત છે. તેમણે માંગણી કરી છે કે, ડે-ટુ-ડે કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની પણ માંગ કરી છે.

આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવામાં આવ્યો છેે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતા તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેવો સંકેત આપશે.

દેશભરના નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાશે ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધી યાત્રામાં કોઈ જગ્યાએ જોડાવાના એંધાણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh