Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઝાપટાં: હાલારમાં હળવો વરસાદ
નવી દિલ્હી તા. ૯: હવામાન વિભાગે ગુજરાત સહિત ૧પ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, અને દેશના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા એલર્ટ ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ સહિત અનેક રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ર૪ કલાકમાં ૧પ રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં ૧૩ મી ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે. જ્યારે ઝારખંડના પાંચ જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
નવમી ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વગરસાદની સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી ૧૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે સવારથી જામનગરમાં વરસાદી ઝાપટાં ઉપરાંત હાલારમાં કેટલાક સ્થળે હળવો વરસાદ અને છાંટા પડ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial