Advertisement
Author: નોબત સમાચાર

કોર્ટમાં જુબાની આપવા આવેલા દ્વારકા શહેરના વેપારીને માતા-પુત્રની ધમકી

ખોટી જુબાની કેમ આપે છે તેમ કહી ધમકાવાયાઃ

જામનગર તા. ૯: દ્વારકાની સેશન્સ કોર્ટમાં ગઈકાલે એક કેસની જુબાની આપવા આવેલા વેપારીને ખોટી જુબાની કેમ આપે છે તેમ કહી માતા-પુત્રએ ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર મેદાન પાસે વસવાટ કરતા પ્રવીણભાઈ દામજીભાઈ ભાયાણી અને અન્ય વ્યક્તિઓ ગઈકાલે દ્વારકાની સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જુબાની આપવા માટે ગયા હતા.

ત્યાં પ્રવીણભાઈનો વારો આવતા તેઓએ પોતાની જુબાની અદાલત સમક્ષ રજૂ કરી હતી. તે દરમિયાન ભોજનનો સમય થઈ જતાં બાકીની જુબાની બપોર પછી લેવામાં આવશે તેમ કહેવાતા પ્રવીણભાઈ તથા અન્ય વ્યક્તિઓ કોર્ટના ઓરડામાંથી બહાર નીકળતા હતા. આ વેળાએ દ્વારકામાં નરસંગ ટેકરી પાસે રહેતા બલીભા વીરાભા માણેક તથા તેના મામા ધસી આવ્યા હતા.

માતા-પુત્રએ ખોટી જુબાની કેમ આપે છે તેમ કહી પ્રવીણભાઈ સાથે ઝઘડો કર્યા પછી બજારમાં કેમ નીકળે છે તે જોઈ લઈશ તેમ કહી ધમકી આપતા અને કોર્ટ કમ્પાઉન્ડમાં ઉભેલા અલ્પેશભાઈને થાય તે કરી લેવાની બલીભાએ ધમકી આપી હતી. દ્વારકા પોલીસ મથકમાં પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh