Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં વીજકર્મીઓને કામ કરતા રોકી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

મહિલા સરપંચ તથા તેમના પતિ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૯: જામનગરના સિક્કામાં એક આસામીએ વીજ કંપનીની ઓફિસમાં વીજળી અંગે ફરિયાદ કરતી વેળાએ ફોન પર ગાળો ભાંડ્યા પછી તેના ઘર પાસે રીપેરીંગ માટે પહોંચેલી વીજકર્મીની ટૂકડીને કામ નહીં કરવા દઈ ફરજમાં રૂકાવટ કરતા અને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે મહિલા સરપંચ અને પૂર્વ સરપંચ એવા તેમના પતિ સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામના કારા-ભુંગા વિસ્તારમાં વસવાટ કરતા પૂર્વ સરપંચ જગદીશભાઈ ચૌહાણે ગઈકાલે સિક્કામાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં ફોન કરીને વીજળી અંગે રાવ કરી હતી. તેઓએ ડીમ વોલ્ટેજ મળતા હોવાનું કહેતા ફરજ પર રહેલા કર્મચારીએ થોડી રાહ જોવાનું કહેતા જગદીશભાઈએ તેને ગાળો ભાંડી હતી.

ત્યારપછી વીજ કંપનીના કર્મચારી કનુભાઈ રામભાઈ ડામોર, સંજય કડવાજી ડામોર, અલ્પેશ નારણભાઈ, વિશાલ હરીશભાઈ ગંઢા, દિનેશ રમેશભાઈ કટારા વીજક્ષતી નિવારવા માટે કારા-ભુંગામાં ગયા હતા. ત્યાં ડીમ લાઈટ હોવાથી જગદીશભાઈના ઘરની પાસે કેબલ બદલાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

આ વેળાએ ત્યાં ધસી આવેલા જગદીશ ચૌહાણ અને  હાલમાં સરપંચ તરીકે સેવા આપતા રેખાબેન જગદીશભાઈ ચૌહાણે કામ નહીં કરવા દઈ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા કનુભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ઉપરોક્ત દંપતીએ નજીકમાં આવેલા થાંભલામાંથી વીજજોડાણ મેળવી વીજચોરી પણ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સરપંચ મહિલા અને તેમના પતિ પૂર્વ સરપંચ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh