Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દરબારગઢથી માંડવી ટાવર સુધીના રેકડી-પથારાઓ હટાવી માલ સામાન જપ્ત

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ત્રાટકી

જામનગર તા. ૯: જામનગરના દરબારગઢથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા અનેક રેકડી પથારાના દબાણો દૂર કરીને માલ-સામાન જપ્ત કરાયો હતો.

જામનગરના દરબારગઢ-બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા રહેતી હોય અને સુપ્રિમ કોર્ટના નો હોકિંગ ઝોનના આદેશનો પણ ઉલાળીયો કરીને અનેક રેકડી પથારાવાળાઓ દબાણ કરતા રહે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને અનેક પ્રકારના સંઘર્ષ થાય છે.

દરમિયાન તાજેતરમાં જામનગરના બર્ધનચોકના તમામ વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને નો હોકિંગ ઝોનની અમલવારી કરાવવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેના પ્રત્યાઘાત રૂપે ગઈકાલે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા નો હોકિંગ ઝોનની અમલવારીનો પ્રારંભ કરાવ્યો હતો. એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટુકડીઓ પોલીસ બંદોબસ્તની સાથે બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં પહોંચી હતી, અને બે ટ્રેકટર ભરીને રેકડી-પથારા સહિતનો માલ સામાન જપ્ત કરી લીધો હતો, અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જેના કારણે આજે ઉપરોકત વિસ્તારમાંથી સિટી બસ આસાનીથી પસાર થઈ શકી હતી, તેમજ સ્થાનિક વેપારીઓએ પણ થોડી રાહત અનુભવી હતી.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ અવિતર ચાલુ રાખવામાં આવશે, અને આસપાસની શેરી ગલીઓમાં પણ જો કોઈ રેકડી પથારાવાળા દબાણ કરી રહેલા નજરે પડશે, તો તેઓનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh