Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજનીતિના રંગ અને શ્રાવણિયા તહેવારોનો સંગમ... ઘટનાક્રમોના પડઘા
દેશમાં વર્ષાઋતુ, સંસદનું સત્ર અને તહેવારોનો ત્રિવેણી સંગમ રચાયો છે. એક તરફ શ્રાવણીયા મેળાઓની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસની ગુજરાતમાં નીકળેલી ન્યાયયાત્રાના પડઘા પણ દિલ્હી સુધી પડી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે વકફના મુદ્દે સરકારના સુધારાબીલનો મુદ્દો પણ ગરમાયો છે અને તેને જેપીસીમાં મોકલવો પડ્યો, તે રાજનીતિની બદલતી તાસીર દર્શાવે છે.
રાજકોટમાં શ્રાવણી મેળાઓનો મુદ્દો એટલા માટે ગોટે ચડ્યો છે કે, રાઈડ્સવાળાઓએ કડક નિયમો સાથે ધંધો કરવાની ના પાડી દીધી છે અને રાઈડ્સ વગરના મેળા સફળ થાય કે નહીં તે પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે.
એવા ચિન્તાજનક અહેવાલો પણ આવ્યા છે કે દેશમાં કયાંક ભારે વરસાદ થયો છે, તો ઘણાં વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે, આ કારણે કુદરતે સમતુલા નહીં રાખતા હવે શાસન-પ્રશાસને આ પ્રકારની સ્થિતિમાં ડેમેજ કંટ્રોલ કરવા વધુ કવાયત કરવી પડશે, તેમ જણાય છે.
મોરબી ઝુલતા પૂલની દુર્ઘટનાનો મુદ્દો ફરી એક વખત કોંગ્રેસે ઉછાળ્યો છે, તેવા જ સમયે ભાવનગર-અમદાવાદના માર્ગે વલ્લભીપુર પાસે પાંચ વર્ષથી જેનું કામ ચાલી રહ્યું છે, તે બ્રીજ બનતા પહેલા જ ખખડી ગયો હોવાના અહેવાલોએ ભયાનક ભ્રષ્ટાચાર તથા લોકોની જિંદગી સાથે રમત રમીને પોતાના ઘર ભરી રહેલા ભોરીંગો સામે જનાક્રોશ જગાવ્યો છે. આ મુદ્દો પણ વિપક્ષ પૂરેપૂરો ચગાવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
સંસદમાં વકફના મુદ્દે મોદી સરકારને પૂરેપૂરુ સમર્થન મળે તેમ નહીં હોવાથી આ સુધારા બીલ જેપીસીને ભલે મોકલાયુ હોય, પરંતુ તે મુદ્દે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે, ત્યારે ગુજરાત વકફ બોર્ડ હેઠળ સંપત્તિમાં બીજાક્રમે હોવાની વાતો પણ વહેતી થઈ છે.
બીજી તરફ આઈએએસ લોબીમાં પણ ફફડાટ છે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ નકલી સર્ટિફીકેટના આધારે યુપીએસસી પાસ કરનાર અથવા નોકરી મેળવનાર એક મહિલા આઈએએસને બરખાસ્ત કર્યા પછી વિકલાંગતા વગેરે વિશેષ સર્ટિફીકેટો રજૂ કરીને નોકરી મેળવનાર સનદી અધિકારીઓની રાષ્ટ્રવ્યાપી ચકાસણી શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ મમતા કૂલકર્ણી સામેનો ડ્રગ્સનો કેસ મુંબઈ હાઈકોર્ટે ફગાવ્યા પછી એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો કેસમાં પૂરતા પુરાવા જ ન હોય તો કોઈની કારકિર્દી ખતમ કરી દેનારા સામે પણ કડક કાર્યવાહી કેમ થતી નથી?
અત્યારે શ્રાવણીયા તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકમેળાઓ તથા યાત્રાધામોમાં જાહેર સલામતિ, સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાનો મોટો પડકાર છે, તેવામાં રાજકોટમાં કોંગ્રેસની ન્યાયયાત્રા અને ભાજપની તિરંગાયાત્રાનો સંગમ કેવો હશે, તેની ચર્ચા પણ થઈ રહી છે. તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવાનો પડકાર તો પોલીસ તથા વહીવટીતંત્ર ઉપાડી લેશે, પરંતુ આ જ સમયગાળામાં યોજાનારા અન્ય કાર્યક્રમો તથા રાજકીય હલચલ સામે કેવું વલણ રહેશે, તે આવનારો સમય જ કહેશે.
ટૂંકમાં નગરથી નેશન સુધી અત્યારે એક તરફ શ્રાવણીયો અને તહેવારીયો ઉત્સાહ છે, તો બીજી તરફ અસમતોલ વરસાદ એન વધતી મોંઘવારી-રોજગારીના મુદ્દાઓમાં હવે ગુજરાતની કેટલીક દુર્ઘટનાઓના મુદ્દા સજીવન થવા જઈ રહ્યા છે, સંસદમાં શતરંજની જેમ સરકાર અને વિપક્ષો વચ્ચે રાજકીય દાવપેચ રમાઈ રહ્યા છે ત્યારે આરબીઆઈએ રેપોરેટ યથાવત રાખ્યા પછી જનતા હતી, ત્યાંને ત્યાં જ રહી છે... જોઈએ... રાજનીતિના રંગ અને શ્રાવણિયા તહેવારોનો ઉમંગ કેવું સ્વરૂપ ધારણ કરે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial