Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સ સામે વ્યાજખોરીની કરવામાં આવી ફરિયાદઃ
જામનગર તા. ૯: જામનગરના હાપામાં રેલવે કવાર્ટરમાં રહેતા એક યુવાને ધંધા માટે મોટર ખરીદ્યા પછી તેમાં નુકસાન સહેવુ પડતા ત્રણ શખ્સ પાસેથી ૧૦ ટકાથી ૨૦ ટકાના વ્યાજે ત્રણ વર્ષ પહેલાં પૈસા લીધા હતા. તેના વ્યાજની ઉઘરાણી કરી ત્રણેય શખ્સે આ યુવાન તથા તેના પિતાને હેરાન પરેશાન કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર નજીકના હાપામાં આવેલી રેલવે કોલોનીના કવાર્ટરમાં રહેતા રેલવેના કર્મચારી અશોકગર સોમગર મેઘનાથી નામના પ્રૌઢના પુત્રએ ધંધો કરવા માટે વર્ષ ૨૦૨૧માં મોટર ખરીદી હતી. તે ધંધામાં નુકસાની જતાં આ યુવાને વ્યાજે પૈસા લીધા હતા.
હાપાની મેઈન બજારમાં રહેતા ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા, મેહુલ પાર્કમાં રહેતા યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, ધુંવાવના હાઉસીંગ બોર્ડમાં રહેતા ઈકબાલ યુસુબ ખીરા પાસેથી જુદા જુદા સમયે ૧૦ ટકાથી ૨૦ ટકા સુધીના વ્યાજે પૈસા લીધા પછી વ્યાજ ચૂકવી ન શકાતા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિએ વ્યાજની ઉઘરાણી કરી અશોકગર તથા તેમના પુત્રને હેરાન કરી નાખતા આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર બી.એચ. લાબરીયાએ મની લેન્ડર્સ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial