Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુતિને આને મોટી ઉશ્કેરણી ગણાવીઃ ઝેલેન્સકીએ કરી પ્રશંસા
નવી દિલ્હી તા. ૯: ટેન્કો અને સશસ્ત્ર વાહનો સાથે રશિયન પ્રદેશમાં યુક્રેનિયન સૈનિકો ઘુસ્યા છે અને ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. પુતિને યુક્રેનિયન હુમલાને મોટી ઉશ્કેરણી ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મીરોનોવે તેને આતંકવાદી હુમલો અને આતંરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી પ્રદેશ પર આક્રમણ ગણાવ્યું છે.
રશિયન સેનાએ આજે ત્રીજા દિવસે પણ યુક્રેનિયન સૈનિકો સાથે લડાઈ ચાલુ રાખી હતી. યુક્રેનિયન સૈનિકોએ કુર્સ્ક વિસ્તારમાં રશિયન સરહદનો ભંગ કર્યો. બે વર્ષ જુના યુદ્ધમાં રશિયા પરના સૌથી મોટા યુક્રેનિયન હુમલાઓમાંના એકમાં રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૧,૦૦૦ યુક્રેનિયન સૈનિકોએ ટેન્ક અને શસ્ત્રો વાહનો સાથે રશિયન સરહદ પાર કરી હતી. જે હવામાં ડ્રોન અને ભારે તોપખાનાઓથી ઘેરાયેલા હતાં.
સુડઝા શહેરની નજીક ભીષણ લડાઈની જાણ કરવામાં આવી છે. જ્યા રશિયન કુદરતી ગેસ યુક્રેનમાં વહે છે. યુરોપમાં પરિવહનના પ્રવાહને અચાનક અટકાવવાની આશંકા ઊભી કરે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી ર૦રર માં યુક્રેનમાં સૈનિકો મોકલ્યાના લગભગ અઢી વર્ષ બાદ આ ઘૂસણખોરી રશિયા માટે એક ફટકો છે.
પુતિને યુક્રેનિયન હુમલાને મોટી ઉશ્કેરણી ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મીરોનોવે તેને આતંકવાદી હુમલો અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી પ્રદેશ પર આક્રમણ ગણાવ્યું હતું.
કુર્સ્ક પ્રાદેશિક કાર્યકારી ગવર્નર એલેકસી સ્મિર્નોવે જણાવ્યું હતું કે હજારો રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકાને આ હુમલા અંગે અગાઉથી કોઈ માહિતી નથી અને તે કિવ પાસેથી વધુ માહિતી માંગશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે સેના અને ફેડરલ સિકયુરિટી સર્વિસએ યુક્રેનને બ્લોક કરી દીધું છે અને કુર્સ્ક યુક્રેનિયન એકમો સામે લડી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરીય જૂથના દળો, રશિયાના એફએસબી સાથે મળીને રશિયન-યુક્રેનિયન સરહદને અડીને આવેલા કુર્સ્ક પ્રદેશના સુડઝેન્સ્કી અને કોરેનેવસ્કી જિલ્લામાં યુક્રેનની સશસ્ત્ર દળોની વ્યૂહ રચનાઓનો નાશ કરવાનું ચાલુ રાખેલ છે.
યુક્રેનિયન સૈન્ય કુર્સ્ક આક્રમણ પર મૌન રહ્યું છે, જો કે રાષ્ટ્રપતમિ ઝેલેેન્સકીએ ગુરૂવારે યુક્રેનિયન સૈન્યની આશ્ચર્ય અને પરિણામો પ્રાપ્ત કરવાની ક્ષમતા માટે પ્રશંસા કરી હતી. તેણે કુર્સ્કનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો.
યુક્રેનના ઉર્જા મંત્રીએ કહ્યું કે સુડઝા દ્વારા ગેસ પરિવહન હજુ પણ કામ કરી રહ્યું છે. મોટાભાગના દેશોએ રશિયન ગેસ પરથી તેમની નિર્ભરતા ઓછી કરી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે હજુ પણ તેનો મોટાભાગનો ગેસ યુક્રેન મારફતે મેળવે છે.
આ લડાઈ સંઘર્ષના નિર્ણાયક તબક્કે આવે છે, જે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું યુદ્ધ છે. કિવને ચિંતા છે કે જો રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી જીતી જાય તો યુએસ સમર્થન નબળું પડી શકે છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધનો અંત લાવશે, રશિયા અને યુક્રેન બંને યુદ્ધના મેદાનમાં સૌથી મજબૂત સંભવિત સોદાબાજીની સ્થિતિ મેળવવા આતુર છે. યુક્રેન રશિયન સેનાને રોકવા માંગે છે, જે તેના ૧૮ ટકા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે યુક્રેનિયન હુમલો પશ્ચિમી દેશો પર દબાણ કરવાનો પ્રયાસ હતો કે યુક્રેન હજી પણ લડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial