Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭.૩૮ કરોડની દરખાસ્તો મંજૂર

તિરંગા વિતરણ માટે ૫૫ લાખ અને ઈ-બિલ સેવા માટે ૧૩ કરોડ ફાળવાયાઃ

જામનગર તા.૦૯: જામનગર મહાનગર-પાલિકાની આજે મળેલી સ્ટે.કમિટીની બેઠકમાં કુલ રૂ.  ૧૭ કરોડ ૩૮ લાખના ખર્ચ અને રૂ.  ૧૦ લાખની આવકની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી.

જેમાં પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, વહીવટી બિલ્ડિંગ વગેરેની દરખાસ્ત માટે રૂ.  ૧૩ કરોડ, ૭૦ લાખ મંજૂર કરાયા હતા.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડીએન મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ ૫ થી કિચનએજ હોટલ થઈ, નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોેકસ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સીસી રોડ બનાવવાની દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. એરફોર્સ-૨ થી ઋષિ બંગલો થઈ સત્યમ કોલોની અન્ડર બ્રિજ થઈ ૧૪૦૪ આવાસ યોજનાથી, શિવમપાર્ક થઈને દિગ્જામ રેલવે ક્રોસિંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાની દરખાસ્ત અંગે પણ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ બસ ડેપો, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેક્ટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટી બિલ્ડિંગ (ફેસ-૧)ના કામની દરખાસ્ત અન્વયે રૂ.  ૧૩ કરોડ ૭૦ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો.

અન્નપૂર્ણા સર્કલ, કાલાવડ રોડના જંક્શન પર ટોય સર્કલ બનાવવા માટે રૂ.  ૧૬.૧૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં ૧૬ અને ૧૨માં કીર્તિ પાનથી વાયા હર્ષદમીલની ચાલીથી લઈ બાકી રહેતા ડી.પી. રોડમાં મેટલ રોડ બનાવવા માટે વધારાનો રૂ.  ૭.૨૮ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

ચોમાસા દરમ્યાન ભાડાથી હાઈડ્રોલિક એસ્કેવેટર તથા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે રૂ.  ૨૦ લાખ દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીડીંગ કેનાલમાં જીઆઈડીસી ઉદ્યોગનગરના પાણી ભળે નહીં તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ માટે રૂ.  ૨૪.૬૭ લાખ તેમજ વોર્ડ નં. ૮ અને ૧૪માં એમઈએસ એરિયાથી ૪૯ દિ.પ્લોટ મેઈન રોડથી ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપલાઈનના કામ માટે રૂ.  ૨૪.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં ટ્રાફિક વર્કના કામ માટે રૂ.  ૫ લાખ.

કેબલ લાઈનના લેઈંગ કામ માટે કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી ચિરોડા માટ ે રૂ.  ૧૦ લાખનો વધારાનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે વોડ નં.૫ ,૯, ૧૩, ૧૪ માં ગટર વર્કના કામ માટે વધારાનો રૂ.  ૧૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં. ૧૬માં ખાનગી સોસાયટીઓમાં તથા હાઉસિંગ બોર્ડની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારોમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. ૧૭.૭૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

મ્યુનિ. હાઈસ્કૂલના સંચાલન અંગેની નિભાવ ગ્રાન્ટ માટે રૂ.  ૪ લાખ ૫૦ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો. મહાનગપાલિકાની જુુદી-જુદી શાખાના જુદા-જુદા પ્રકારના ભંગાર માલસામાન વેંચાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે મહાનગરપાલિકાને રૂ.  ૧૦ લાખની આવક થશે. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર માટે મોટર ભાડે રાખવા વાર્ષિક રૂ.  ૪.૨૦ લાખ, અર્બન પ્લાનરની જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝથી ૧૧ માસ માટે નવી નિમણૂક આપવા નિર્ણય કરાયો હતો.

ડીવાયએસપી બંગલાથી મિગ કોલોની સુધીના ૧૮ મી. પહોળાઈના ડી.પી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સુધારો કર્યા બાદ આ રસ્તો ખુલ્લો કરવા જરૂરી કામગીરી હાથ ધરવા નિર્ણય લેવાયો  હતો. જ્યારે જ્ઞાનશક્તિ સર્કલથી સીતારામ સોસાયટી સુધી ૭૫ મી. ના બાયપાસ રોડને જોડતા ૨૪ મી. પહોળા ડી.પી. રોડની અમલવારી માટે આ રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવા માટે આ નિર્ણય લેવાયો હતો.

જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો ૩૦ મી. પહોળા ડી.પી. રોડ માટે લાઈનદોરી મંજૂર કરવામાં આવી હતી. અને વાંધા -સૂચનો મંગાવી જરૂરી કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા થઈ ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન માટે રૂ.  ૪૦.૯૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે રાષ્ટ્રધ્વજ અને તેને ફરકાવવાની સ્ટિકના કામ માટે રૂ.  ૫૫.૫૦ લાખ. અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સફર કરવા માટે રૂ.  ૧૦૭ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત શ્રાવણી મેળામાં પોલ, કેબલ તેમજ ગાળા કરવા માટે રૂ.  ૭.૫૪ લાખ તથા મેળામાં લાઈટિંગ અને ડેકોરેશન માટે ૭.૯૧ લાખનું ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે નિવૃત્ત ડે. સેક્રેટરી અશોકભાઈ પરમારને સરકારની મંજૂરી મળ્યા પછી ડે. સેક્રેટરી તરીકે કોન્ટ્રાક્ટ બેઝથી નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે જામનગર મહાનગર-પાલિકામાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવાની કમિશનરની દરખાસ્તને મંજૂર કરવામા આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh