Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના મોવડી મંડળ દ્વારા
નવી દિલ્હી તા. ૮ઃ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં સંપૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરતા આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીપદ માટેની પસંદગી માટે પક્ષમાં જોરદાર ગતિવિધિ ચાલી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે એકેય રાજ્યમાં સીએમના નામની જાહેરાત મતદાન પહેલા કરી ન હતી તેથી પસંદગીનો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે.
આજે ભાજપના મોવડી મંડળે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા ત્રણ-ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં રાજસ્થાન માટે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાજસ્થાનના સાંસદ સરોજ પાંડે તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે તેમજ મધ્યપ્રદેશ માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ભાજપઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે. લક્ષ્મણ તથા ભાજપના રાષ્ટ્રીય મંત્રી આશા લાકડાની નિમણૂક કરી છે.
આ નિરીક્ષકોની હાજરીમાં બન્ને રાજ્યોમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે અને વન-ટુ-વન ચર્ચા કરી, ધારાસભ્યોનો અભિપ્રાય મેળવી મોવડી મંડળને રિપોર્ટ કરવામાં આવશે અને નવી દિલ્હીથી જ ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરાવમાં આવશે તેમ જાણવા મળે છે.
આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી પદના દાવેદાર વસુંધરા રાજે, તથા તેમના પુત્ર દૃષ્યંતસિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે દોઢ કલાક સુધી મુલાકાત કરી હતી.
જ્યારે મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદ પટેલ, વી.ડી. શર્મા, કૈલાસ વિજયવર્ગિય પણ દિલ્હીમાં પક્ષના નેતાઓને મળ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વચ્ચે પણ વડાપ્રધાનના નિવાસે બે કલાક જેવી ચર્ચા ચાલી હતી, જો કે ત્રણે ય રાજ્યોમાં મુખ્યમંત્રીના નામ અંગે હજીપણ સસ્પેન્સ યથાવત્ જ છે અને રવિવારે જ નામોની જાહેરાત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial