Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્ય નમસ્કાર સ્૫ર્ધામાં ભાગ લેવા માટેની લિંક લોન્ચ કરાઈઃ
જામનગર તા. ૮ઃ રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ સૂર્ય નમસ્કારને લોકોના રોજીંદા જીવનનો હિસ્સો બનાવવાનું એક મહાઅભિયાન બની રહે, એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવવા માટેની લિંક લોન્ચ કરવામાં આવી છે. જહષ્ઠ.ખ્તજઅહ્વ.ૈહ લિંક પર ૧૫ મી ડિસેમ્બર સુધીમાં નોંધણી કરાવીને સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં સહભાગી બની શકાશે. ગ્રામ્ય, શાળા અને વોર્ડ કક્ષાએથી શરૃ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધામાં સહભાગી બનવા માટે ઓનલાઈન લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી શકાશે.
રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ર કરોડથી વધુ રકમના ઈનામો યોગ સ્પર્ધાકોને આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનુું આયોજન કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્ય નમસ્કારની આ સ્પર્ધામાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ અને ૪૧ થી વર્ષથી ઉપર વયના નાગરિકો, એમ ત્રણ કેટેગરીમાં ભાગ લઈ શકશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનારા તમામને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે તથા તમામ સ્તરના વિજેતાઓને રોકડ ઈનામો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તમામ સ્તર પર મહિલા અને પુરૃષ એમ જુદી જુદી શ્રેણીમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે.
તમામ સ્તરની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના મોઢેરા સૂર્ય મંદિરમાં ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યના કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ પણ યોજવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial