Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરની કચેરીમાં પત્રકાર પરિષદઃ
જામનગર તા. ૮ઃ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં તા. ૧-૧-૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૪ સંદર્ભે મતદાર યાદીમાં નામ નોંેંધાવવાની ખાસ ઝુંબેશ તા. ૨૭ ઓકટોબરથી તા. ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, તા. ૯ ડિસે. ના જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે આખરી ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં મતદારયાદીમાં નામ નોંધાવવા માટે પોતાના વિસ્તારના મતદાન મથક બુથ લેવલ ઓફિસનો સંપર્ક કરી પોતાનું નામ ફોર્મ નં. ૬ ભરી મતદાર યાદીમાં નોંધાવી શકશે.
આ કાર્યક્રમ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના બન્ને વિધાનસભા મતદાર વિભાગો જેમાં ૮૧ ખંભાળીયા અને ૮૨, દ્વારકા વિધાનસભા મતદાર વિભાગોના તમામ ૬૩૪ મતદાન મથકો પર ૯ મી ડિસે. ના બુથ લેવલ અધિકારીઓ દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી મતદાન મથકોમાં હાજર રહી મતદાર યાદી સુધારણા અંગેના ફોર્મ સ્વીકારાશે.
ખાસ કરીને ૧૮, ૧૯ અને ૨૦ ૨૯ વર્ષના યુવા મતદારો પોતાના વિસ્તારના મતદાન બુથ પર જઈને બીએલઓ પાસે રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો અન્ય સ્થળે રહેતા હોય અને મતદાન બુથ પર જ શકતા ન હોય તો તેઓ ચૂંટણી પંચની વોટર હેલ્પલાઈન એપ્લિકેશન માં જઈને અથવા વેબસાઈટમાં જાતે રજીસ્ટ્રેશન કરી શકે છે. આ સિવાય કોઈ મતદારનુંં અવસાન થયું હોય કે કાયમી સ્થળાંતર થયા હોય તેવા વ્યક્તિઓના નામ ફોર્મ નં. ૭ ભરી મતદારયાદીમાં કમી કરી શકાશે, તેમજ મતદારયાદીમાં નામ અને સરનામું ફોટોગ્રાફ, જન્મતારીખ, મોબાઈલ નંબરમાં સુધારો તથા જુના ચૂંટણી કાર્ડના નાશ થવાના અથવા ખોવાઈ જવાના કિસ્સામાં નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ નં. ૮ ભરીને પણ કરાવી શકે છે. સુદૃઢ મતદાર, સુદૃઢ લોકશાહી બનાવે છે. જેથી લોકશાહી સુદૃઢ બનાવવા માટે કિંમતી મત આપવા આપનું નામ મતદાર યાદીમાં હોવું આવશ્યક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial