Advertisement
Author: નોબત સમાચાર

મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતા જ હોબાળો

લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિતઃ

નવી દિલ્હી તા. ૮ઃ મહુઆ મોઈત્રાના કેશ ફોર કવેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી ર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ છે અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા કેસ પર એથિક્સ કમિટીએ લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટની રજુઆત પછી તુણમુલ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચાર કરતા હોબાળાની સ્થિતિને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે ર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. વિપક્ષી દળો તરફથી પણ આ મામલે ઘણાં સાંસદોનો મહુઆને સમર્થન મળતો દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, મહુઆ મોઈત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતાં. ત્યારપછી ભાજપના સાંસદના આરોપો પછી મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh