Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કારખાનેદાર સામે બાળ શ્રમિક રાખવા અંગે ફરિયાદ

બાળમજૂરી કાયદા અન્વયે ચેકીંગઃ

જામનગર તા. ૮ઃ જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં બાળ મજૂરી અન્વયે શ્રમ અધિકારી અને સ્ટાફ દ્વારા કારખાનાઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં એક કારખાનામાં બાળ શ્રમિક નજરે ચઢતા તે કારખાના સંચાલક સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં બાળ મજૂરોને સોધી કાઢવા શ્રમ અધિકારી કચેરી દ્વારા જસેક કારખાનાઓમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દરેડના ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલ હિંગળાજ સ્ક્રેપ નામના કારખાનામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનો એક બાળ શ્રમિક મળી આવ્યો હતો. આથી શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનાના સંચાલક જીતેન્દ્રભાઈ કાંતિલાલ નંદા સામે ચાઈલ્ડ લેબર એમેડમેન્ટ એક્ટ અન્વયે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આસી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.બી. ગોજિયાએ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh