Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૭ વર્ષિય અભિનેતા કેન્સરની બીમારીથી પીડિત હતાઃ
મુંબઈ તા. ૮ઃ પ્રખ્યાત અભિનેતા જુનિયર મહેમુદ નથી રહ્યા. પેટના કેન્સરને કારણે ૬૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અભિનેતાના પેટનું કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું. અહેવાલો અનુસાર અભિનેતાનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેમની પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ કેન્સર સામેની લડાઈ હારી ગયા હતાં. જુનિયર મહેમુદે હાથી મેરે સાથી, કારવાં અને મેરા નામ જોકર સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું હતું.
અભિનેતા મહેમુદે પોતાના જુના મિત્રો, દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી સચિન અને જિતેન્દ્ર જુનિયર મહેમુદને મળવા આવ્યા. મિટિંગ દરમિયાન સચિને બીમાર અભિનેતાને પૂછ્યું કે શું તે તેની કોઈ રીતે મદદ કરી શકે છે, જો કે મહેમુદના બાળકોએ કોઈ મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો.
અભિનેતા જુનિયર મહેમુદના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી દુઃખી છે. તે ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાં સામેલ હતાં જેમણે ઈન્ડસ્ટ્રીમાં પાંચ દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. અહેવાલો અનુસાર જુનિયર મહેમુદનું નામ નઈમ સૈયદ હતું અને આ ઉપનામ તેમને પીઢ કોમેડિયન મહેમુદે આપ્યું હતું.
ફિલ્મી કરિયરમાં જુનિયર મહેમુદે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેણે ૧૯૬૭ માં સંજીવ કુમારની ફિલ્મ નૌનિહાલથી પોતાના કરિયરની શરૃઆત કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. આ પછી સંઘર્ષ, બ્રહ્મચારી, દો રાસ્તે, કટી પતંગ, હાથી મેરે સાથી, હંગામા, છોટી બહુ, દાદાગીરી સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial