Advertisement
Author: નોબત સમાચાર

ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને વિવિધ સહાય પેટે ૧૭ લાખથી વધુ રકમની સહાય ચૂકવાઈ

સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠકઃ

જામનગર તા. ૮ઃ શ્રી બી.એ.શાહ જિલ્લા કલેકટર અને પ્રમુખશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેકટર કચેરીના સંભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત્ત જવાનોના પરીવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી. તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેકટર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે તા. ૧-૪-રર થી તા. ૩૦-૧૧-ર૩ સુધીમાં ૩૯ પરિવારોને રૃા. ૧૬,૪૮,૩૦૦ ની માસિક આર્થિક સહાય, ૦ર પરિવારોને રૃા. પપ,૦૦૦ દીકરી લગ્ન સહાય તેમજ ૦૭ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૃા. ૭૦ હજાર મળી કુલ ૧૭,૭૩,૩૦૦ ની સહાય ચુકવવામાં આવી છે.

ઉકત બેઠકમાં કલેકટરશ્રીએ પૂર્વ સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત વર્ષ ર૦રર-ર૩ દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર કુલ ૪પ્ દાતાઓનું કલેકટર અને પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલા ટારગેટન સરખામણીએ જામનગરની જાહેર જનતાએ ૧૧૦ ટકા ફાળો ઉદાર હાથે આપેલ છે અને આજ રીતે જામનગરની જાહેર જનતાને તથા કચેરીઓને કલેકટરશ્રીએ ચાલુ વર્ષમાં પણ આર્મડ ફોર્સીસ ફલેગ ડે ફંડ માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એરફોર્સ એસો. જામનગરના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh