Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા એસપીની તપાસમાં સનસનાટી પૂર્ણ વિગતો બહાર આવીઃ
જામનગર તા. ૭ઃ ઓખામાં આયુર્વેદિક સીરપનાં નામે વેચાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ પીણાનાં બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા હતાં. તેમાં કુલ આઠ આરોપીઓને પકડવામાં આવ્યા હતાં.
તેમા પુછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઉપરાંત વધુ ચારની સંડોવણી ખુલવા પામી છે. આયુ. ઔષધિનો કાયદાકીય છૂટછાટનો ઉપયોગ કરીને ચાલાકી પૂર્વક કરોડાનો બીઝનેશ કરતાં વ્હાઈટ કોલર બુટલેગરોનો દેવભૂમિ દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યાે છે.
હર્બાે ગ્લોબલ ફાર્મા.ની સ્થાપનાં સંજય શાહએ કરી હતી. જ્યાં અમીત વસાવડા આયુર્વેદિક ફોર્મયુલેશન ટેકનીશીયનની કામગીરી કરતો હતો. તથા રાજેશ દોડકે માર્કેટીંગ અને સેલ્સનું કામ સુપરવિઝન કરતાં હતાં. આ પછી વર્ષ ર૦ર૧ થી સેલ્સ-માર્કેટીંગનું અને પ્રોડકશનનું કામ સુનિલ કક્કડે સંભાળ્યું હતું.
આ કંપની આસવ અરીષ્ઠા આયુ. બાબતે સરકારે નક્કી કરેલ નિયમની છુટછાટનો દૂર ઉપયોગ કરી ચાલાકી પૂર્વક આયુર્વેદિક પીણાંના નામે બિયરનો ધંધો કરતાં હતાં. જે કંપનીનાં વર્ષ ની ૮૦ થી ૯૦ લાખ બોટલનું ઉત્પાદન અને ર૦ થી રર કરોડનું વેચાણ થતું હતું.
અમીત વસાવડા પાસે આયુ. ની લાયકાત નહીં હોવા છતાં ફોર્મ્યુલા બનાવી હતી. તથા પ્રોડકટમાં દવાની સુગંધ, સ્વાદ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. કંપનીમાં આર્યુ. નિષ્ણાતના બદલે બીયર અને બાઈનરી નં. અનુભવીઓને કામે રાખવામાં આવ્યા હતાં.
વાયર ઈન્ડ.માં વપરાતા હોટ્સ ફલાવરનાં બિયારણને એકસ્ટ્રેકટ ઉમેરવામાં આવતું જેથી બિયર પિતા હોય તેવું લાગે. અને આલ્કોહોલની માત્રા વધુ રાખવામાં આવતી હતી. બોટલનો કલર પણ ગ્રાહકને આકર્ષે તેવો રખાયો હતો. ફેકટરીમાં ક્વોલિટી કંટ્રોલ લેવી ન હતી. આયુ.ના જાણકાર, ટેકનીકલ એક્સપર્ટ કોઈ હતાં જ નહીં.
હર્બાે ગ્લોબલ કંપની દ્વારા કરાતાં ઉત્પાદનને આજ કંપનીનાં માલિકો દ્વારા એ.એમ.બી. નામની ડમી લોન ફોર્મ બનાવેલ અને અમદાવાદની કંપની દ્વારા વેંચાણ લાયસન્સ મેળવાયું હતું. આ શિવમ એન્ટરપ્રાઈઝમાં નિવૃત નશાબંધી અધિકારી મેહુલ ડોડીયા જોડાયા હતાં.
અત્યાર સુધીમાં નિલેષ ભરતભાઈ કાષ્ટા (ઓખા), વિરેન્દ્રસિંહ સુરૃભા જાડેજા (ખીજદડ કલ્યાણપુર), સીરપ ડીલર એવા અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા (મૂળ ખીજદળ હાલ જામનગર), ર. ટોકિસ્ટ દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (જામનગર), સુનિલ કક્કડ (અમદાવાદ), આમોદ અનિલ ભાવે (વાપી), ભાવિક ઈન્દ્રવદન ભંડારી (ઉમરગામ) અને અમિત વસાવડા (અમદાવાદ) ને પકડી લેવાયા હતાં.
જ્યારે આ પ્રકરણમાં વધુ ચાર નામો ખુલવા પામ્યા છે. જેમાં સંજય પન્નાલાલ શાહ (રોકાણકાર કંપની સંચાલક), મેહુલ રામસીભાઈ ડોડીયા (નિવૃત્ત નશાબંધી અધિકારી), રાજેશકુમાર ગોપાલકુમાર દોડકે (સેલ્સ પ્રોડકટશન માર્કેટીંગ), અને પંકજ પ્રભુદાસ વાઘેલાનો સમાવેશ થયા છે. જેને પોલીસ શોધી રહી છે.
આ સમગ્ર કામગીરી એસ.પી. નિતેષ પાંડેયની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલ, પીઆઈ ટી.સી. પટેલ, એસઓજીનાં પીઆઈ પી.સી. સીંગરખીયા, એલસીબીનાં પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી, પો.ઈ. એન. એચ. જોષી, પો.સ.ઈ. એ.એલ. બારસીયા અને સ્ટાફે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુ. સીરપનાં નામે વેચાતા નશાકારક પીણાની બોટલ અંગેના કુલ છ ગુન્હા નોંધાઈ ચુક્યા છે અને ર૮૦૦૭ બોટલનો જથ્થો કબ્જે કરી રૃા. ૪૪, ૮૬, ૮પ૪ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૧ની ધરપકડ કરી લેવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial