Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબીનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આયોજનઃ
ખંભાળીયા તા. ૮ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ખંભાળિયા તાલુકાના નવી ફોટ ગામે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને સાથે કરવામાં આવેલ સંવાદનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખીમંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે જણાવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને વિવિધ યોજનાના ૧૮ જેટલા લાભાર્થીઓને કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઇ બેરા, જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, સહિતના મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા.
આ તકે કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. વર્ષ ૨૦૪૭માં આપણો દેશ અને ગુજરાત કેવું હશે એ વિઝન સાથે સરકારશ્રી દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. જનહિતલક્ષી યોજનાનો લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે. આ યાત્રાના માધ્યમથી સરકારની મહીત્ત્વની ૧૭ યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
૧૦૦ ટકા સેચ્યુરેશન થાય તેવી નેમ સાથે આ યોજના ૨ મહિના સુધી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. સરકારશ્રીની યોજનાઓનો વધુમાં વધુ લોકોને લાભ લેવા મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી.
આ તકે જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી પી.એસ.જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોને વિવિધ યોજનાની જાણકારી તેમના જ ગામમાં મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરખાલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, અગ્રણીશ્રી ભરતભાઈ ચાવડા, હિતેશભાઈ પિંડારિયા, પ્રતાપભાઈ પિંડારિયા, મશરીભાઈ નંદાણીયા, યોગેશ મોટાણી, રેખાબેન ખેતિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેષ ભંડેરી, મામલતદારશ્રી વિક્રમ વરૃ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા, વિસ્તરણ અધિકારીશ્રી, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial