Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલી સેનાનો બદલો
ગાઝા તા. ૮ઃ ઈઝરાયેલી સેનાએ ગાઝામાંથી લગભગ ૧૦૦ લોકોની ધરપકડ કરી છે. ગાઝા પટ્ટીમાંથી કેટલાક વીડિયો કૂટેજ અને તસ્વીરો સામે આવી છે, જેમાં ઈઝરાયેલી આર્મિના સૈનિકો લગભગ ૧૦૦ શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને નગ્ન અવસ્થામાં પરેડ કરી રહ્યા છે. હમાસ સાથે સંકળાયેલા કહેવાતા આ લોકોને ઈઝરાયેલની સેનાએ કપડા વગર રસ્તાની વચ્ચે બેસાડ્યા છે અને તેમને ઘૂંટણિયે પડી જવાની ફરજ પાડવામાં આવી રહી છે. અન્ય એક તસ્વીરમાં સેંકડો લોકો રેતી પર નગ્ન થઈને બેઠા છે અને પાછળ ઈઝરાયેલના સૈનિકો ઊભા જોવા મળ્યા હતા અને ૭ ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસના અતિરેક માટે ઈઝરાયેલી સેના દ્વારા બદલો તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
ગાઝામાંથી સામે આવેલી તસ્વીરો દર્શાવે છે કે, શરણાગતિ પછી આ લોકોને જમીન પર નમાવવામાં આવ્યા હતાં અને તેમના કપડા ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. આ લોકો અન્ડરવેર પહેરીને જ બેઠેલા જોવા મળે છે. ગાઝામાં આ લોકોને રસ્તા પર પરેડ કર્યા પછી સેનાએ તેમને ટ્રકમાં બેસાડી લીધા હતાં. ધ ન્યૂ અરબના જણાવ્યા અનુસાર ઈઝરાયેલી સૈનિકોએ તેમને અજ્ઞાત સ્થળે લઈ જતા પહેલા તપાસ કરી હતી કે તેમાંથી કોઈ હમાસ સાથે સંબંધ ધરાવે છે કે કેમ. આમાંના ઘણાં માણસો અગાઉ હમાસના આતંકવાદીઓ હતાં અને તેઓ આંખ પર પાટા બાંધેલા અને પીઠ પાછળ હાથ બાંધેલા હતા.
હમાસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા તમામ લોકો નિર્દોષ નાગરિક હતાં. ઈઝરાયેલના મીડિયામાં આ સામૂહિક ધરપકડ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ આઈડીએફ એ હજુ સુધી તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. આ સામૂહિક ધરપકડની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઘણાં લોકોએ ઉત્તરી ગાઝાના બીત લાહિયા વિસ્તારમાં તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે. ઈઝરાયેલી સૈનિકો જે રીતે અમાનવીય વર્તન કરતા જોવા મળે છે તેની ઘણાં લોકોએ ટીકા કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial