Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરચાલક સામે મૃત્તકના પુત્રએ કરી ફરિયાદઃ
જામનગર તા.૦૮ઃ ઓખામંડળના સૂરજકરાડીમાં રહેતા એક પ્રૌઢ બે સપ્તાહ પૂર્વે બપોરના સમયે પોતાના બાઈક પર ઉદ્યોગનગરમાંથી જતા હતા ત્યારે તેઓને એક મોટરે ઠોકર મારી અક્સ્માત સર્જ્યો હતો. ગંભીર ઈજા પામેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે તેમના પુત્રની ફરિયાદ પરથી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સૂરજકરાડીમાં રહેતા કારાભા સુમણિયા નામના પ્રૌઢ ગત તા.૨૧ ની સાંજે સૂરજકરાડી ઉદ્યોગનગરમાંંથી જીજે-૩૭-એલ-૪૦૦૪ નંબરના મોટર- સાયકલમાં પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૩૭-જે-૪૦૧૦ નંબરની સ્વિફ્ટ મોટર પૂરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતા કારાભાઈએ અડફેટે લેતા રોડ પર કચડાયેલા આ પ્રૌૈઢને માથા સહિતના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા કારાભાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર દર્શિલભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial