Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા લગાવાયા પ્રતિબંધો

જામનગર તા.૮ઃ આગામી દિવસોમાં નાતાલના તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૬-૦૧-૨૦૨૪ સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા,  છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઈજા પહોેંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૃગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો, ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને ટાઉનહોલમાં પ્રવેશ કરવો.. આવી તમામ પ્રવૃત્તિઓ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.

ઉકત જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુકત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh