Advertisement
Author: નોબત સમાચાર

ઉચ્ચતર વિભાગમાં જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૃ

ખંભાળીયા તા. ૮ઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ફીક્સ પગારથી ૧૧ માસના કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતીઓ કરવામાં આવી છે તથા તેઓ ફરજ પર પણ આવી ગયા છે. તે પછી આજથી ગ્રાન્ટેડ શાળાઓ તથા સરકારી શાળાઓમાં ઉચ્ચતર વિભાગ ૧૧-૧૨ માટે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા શરૃ થઈ છે.

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા આજથી તા. ૧૭-૧૨-૨૩ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. ૨૬ હજાર માસિક પગાર અને ૪૧ વર્ષની વયમર્યાદા સાથે ૧૧ માસની કરાર આધારીત આ જગ્યા પર ઉમેદવારોની યોગ્યતા તથા મેરીટ પ્રમાણે પસંદગી કરીને રૃબરૃ બોલાવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh